________________
૯૦ ] સારી મંદી દેખાશે.
વ્યયેશ ચંદ્ર ત્રીજે હેવાથી જનતાને ઉત્સાહ વધે. રાજકર્તાઓ સાથે સહકાર વધારી પિતાની: તેમજ દેશની પ્રગતિ માટેના પ્રયત્નમાં જનતાને માટે વર્ગ સાથ આપશે. સાથેજ આરામ-ભોગવિલાસ વૈભવનાં સાધન વધે-દેશમાં ભાંગફોડીઆ પ્રવૃત્તિ અને દેશદ્રોહી પક્ષે ઉધાડા પડશે. ભારતની કીર્તિ-યશ-ઉત્સાહ વધે.
વેપારીક ભવિષ્ય સં. ૨૦૨૫ લેખક : પ્રોફેસર બી. સી. મહેતા M. R. A. s. B.
સંચાલક : જૈન તિષ બ્યુરે, બીયાવર (રાજસ્થાન) કર્તા-વાયદા અને હાજર બજારેના ભાવિફલ સને ૧૯૬૯ પૃ. ર૬૦
કિં. રૂા. ૧૫૭ તેલ બીયા બજાર ભાવિફલ–સને ૧૯૬૯ પૃ. ૧૮૦, કિં. રૂ. ૧૪)
અમારૂં વ્યાપાર ભવિષ્ય સં. ૨ ૨૪ને લેખ ગઈ સાલ આ મહેન્દ્ર જૈન પંચાંગ પૃ. ૯૬ ઉપર પ્રગટ થયો હતો. વેપારી ભાઈઓને અમારો લેખ તથા વેપારી ભવિષ્યવાણી તથા માર્ગદર્શન અત્યંત પસંદ પડ્યું, અને અમને કેટલાક પ્રશંસા પત્ર પણ મલ્યા તેને માટે અમે હાર્દિક આભાર પ્રદર્શિત કરીએ છીએ.
એકંદરે વિચાર કરતાં વર્ષના પૂર્વાર્ધમાં મીનમાં શની-રાહુ, કન્યામાં ગુરૂ-હર્ષલ-હુ-કેતુને યોગ વિશ્વમાં તોફાની હોઈ રશિયા-અમેરિકામાં આંતરિક ઘર્ષણ વધારશે.
ચીનમાં મોટી ક તિ થઈ અનેક વિચિત્ર પરિવર્તન દેખાય. અમેરિ. કામાં પણ જાતીયતા. રંગદ્વેષની પ્રવૃત્તિ ઘાતક બને. બ્રીટન માટે, દસ માટે પૂર્વાધ કષ્ટ મંદ હોવા છતાં એકંદરે વર્ષ સારું છે.
રાજકીય કુંડલીઓનું નીરીક્ષણ કરતાં શ્રીમતિ ઇંદીરા ગાંધી, શ્રી હિતેન્દ્ર દેસાઈ માટે ઘર્ષણ યુક્ત પ્રગતિકર્તા છે. શ્રી મોરારજી દેસાઈ માટે એક પ્રગતિકારક હોઈ તેમના હાથે દેશના મહાન સેવાના યોગ છે. શ્રી ચવ્હાણ, શ્રી નંદાજી, શ્રી અતુલ્ય ઘોષ, અને શ્રી પાટીલ સાહેબની કુંડલીઓ પૂર્વાર્ધમાં કષ્ટપ્રદ હાઈ-વર્ષના ઉત્તરાર્ધમાં પ્રગતિકર્તા છે. ગુજરાત પ્રદેશના રાહે હવે ધીમે ધીમે ઉદય પામતા હોઈ વાણીજ્ય-બંદરી વિકાસ વધે. ખેતીવાડીઉદ્યોગો તેમજ સંરક્ષણ દૃષ્ટિએ સમૃદ્ધતા વધશે-એકંદરે ગુજરાત તેમજ દેશનું ભાવિ કલયાણુપ્રદ હોઈ રાજકીય ક્ષેત્રે ગુજરાતના આગેવાનો પોતાની વહીવટી કાબેલીયત-સત્યપ્રીયતા અને આદર્શજીવન દ્વારા અગ્રણી પદે બીરાજશે. એવું આ નવીન વર્ષ સર્વ પ્રકારે સુખપ્રદ બને એવું શુભ ભાવિનું દર્શન કરાવે છે. પ્રભુ સર્વનું મંગલ કરે. એવી સૂર્યનારાયણને પ્રાર્થના કરી વિરમું છું.
નૂતન વર્ષ સં. ૨૦૨૫ની સાલ પણ વેપારી જગતના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તથા આ વર્ષે પણ મુખ્ય વાયદા બજાર તથા હાજર બજારોમાં પણ જબરજસ્ત વધઘટ થવાની આશા છે. કેમકે આ વર્ષ સં. ૨૦૨૫માં અર્થાત સને ૧૯૬૯માં મેટા ગ્રહ શની-રાહુ-ગુરૂ-હર્ષલ તથા નેત્રુન ગ્રહોના પરસ્પર અત્યંત મહત્ત્વપૂર્ણ યોગાનુયોગ બને છે.
વાયદા અને હાજર બજારની વધઘટ મોટા ગ્રહ નેગ્યુન-હર્ષલ–શન–. રાહુ-કેતુ તથા ગુરૂના રાશિ તથા નક્ષત્ર ચાર તથા તેમના પરસ્પરમાં થનાર યોગાનુયોગ તથા દષ્ટિ સંબંધ ઉપર વિશેષ રૂપથી આધાર રાખે છે.
આજકાલ વાયદા બજારમાં તેલ બીયાં અર્થત તેલ–સીંગદાણાઅળસી-એરંડા-કપાસીયા-સરસવ વગેરે બજારોનાં મહત્વ બધાથી વિશેષ છે. બીજા નંબરમાં શેઅર-રઈ-ચાંદી-સેના તથા અનાજ આદિના બજાર મનાય છે. આ ચીજોના બજારના ધંધા દેશના લાખો માણસ લાગણીપૂર્વક કરે છે,