SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] કંઈ કંકાસ ઉમે થવાને ભય છે. ધંધા સિવાય અન્ય બાબતો માટે આ સમય સારો ન ગણાય. તા. ૧૮ મી મેથી શનિની દિનદશા શરૂ થશે. તેમાં ચી તી તબીયત બગડવાને ભય છે. બાકી પોતાના સમાજમાં તે વર્ચસ્વ વધતું જણાશે. ( તા. ૨૬ મી જુનથી ગુરૂની દિનદશા શરુ થશે તેમ તબિયત બગડવાને પુરે ભય છે. બીજું રાજકારમાં ગુંથાયેલાએ તેમના કામકાજ આગળ લંબાવવા નહિતર ચુકાદ તમારી વિરુદ્ધમાં જવાનો ભય છે. નકામો ખર્ચ પણ વધુ થશે. તા. ૨૪ મી ઓગષ્ટથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં પણ રાજદ્વારી કામકાજને બને તેટલા લંબાવવા. કંઈક વ્યવહારીક અડચણે પણ અણુધારેલી રીતે આવી પડવાની પરંતુ તે તમામને દૂર કરી દેવે તમે પ્રગતિ કરી શકશો. ધંધામાં પણ હવે ઝમક આવતી દેખાશે. તા. ૬ ઠી ઓકટોબરથી શુક્રની દિનદશા શરુ થશે તેમાં કાંઈક શુભ સમાચાર સાંભળવા મળે. નાણાકીય સવાલને આપોઆપ ઉકેલ આવત જાય અને માનસીક ઉસાહ વધતું જાય. આ રાશિવાળા માટે વર્ષની શરૂઆતના વાતાવરણ કરતા વર્ષના અંત ભાગનું વાતાવરણ ધણું આશા સ્પદ અને પ્રગતિસૂચક જખુશે. મકર રાશિ : (ખ. જ.) અક્ષરથી શરૂ થતા નામવાળાની છે. આ રાશિવાળા માટે સંવત ૨૨૫ની સાલ તેમના જીવનમાં મોટું પરીવર્તન સૂચવે છે. કારણ કે મુર તેમના ભાગ્યભુવનમાંથી પસાર થવાનું છે તેની સામે શનિ અને રાહુ વર્ષની શરૂઆતમાં તેમના પરાક્રમ ભાવમાંથી ભ્રમણ કરવાને તે તેમને એક યા બીજા પ્રકારનું નવું સાહસ ખેડી પ્રગતિ સાધવાની પ્રેરણા આપશે. તે માટે તેઓ દેશ પરદેશની મુસાફરી ખેડવા અને પિતાનાથી બનતી બધી ઓળખાણનો લાભ લઈને તેમજ આત્મબળ પ્રયત્ન કરવાનાં. આમ વધુ ઉત્સાહી અને ઉદ્યમી વાતાવરણમાં શરૂ થશે, પરંતુ તેમાં સફળતાને આધાર જન્મના ગુરૂ અને શનીના બળ ઉપર રહેવાને. માર્ચ માસમાં જ્યાં શનિ મેષને થશે એટલે કંઈકને ઉત્સાહ ઓસરી જશે અને તેઓ આળસુ કે બેદરકાર થઈ જવાના જેથી તેમના કાંઈક કાર્ય અધુરા પણ રહી જવાના. એટલું જ કે કેટલાકને સારા મિત્રો મળી ગયા હોવાથી તેમનું પ્રોત્સાહન અને મદદ મળવાથી પાછુ વ્યવસાય ચાલુ રાખવાનું મન થાય અને જે આમ કીયાશીલ રહેશે તેમને ધન અને યશ બંને મળશે. બાકી કેટલાકનું ખર્ચાળ ધન પણ નકામું જતું રહેવાનું. આ રાશિની સ્ત્રીઓને માટે વર્ષ સારૂં પસાર થશે તેમને સંતાન પ્રાપ્તીને પણ વેગ ગણાય, આ રાશિની કુવારી વ્યક્તિઓના વિવાહ વર્ષની શરૂઆતમાં જ થવાના પણ જે વધારે ચીકાશ કરવા માંડશે તેમને એપ્રીલ પછીને અંતરાય આવી વાત લંબાઈ જશે. - આ રાશિના વિદ્યાથીઓએ જરા નિયમિત જ થઈ જવાની જરૂર છે. દરેકને વર્ષની શરૂઆતમાં ખુશનુમા અને ઉન્નતીનું વાતાવરણ દેખાશે, પણ પછી જે આનંદપ્રમોદ અને મિત્રોની સામે બાહ્ય પ્રવૃત્તિમાં પડી જશે તેમને માન અને પ્રસિદ્ધિ મળશે પરંતુ પરીક્ષામાં બેદરકારીને લીધે થોડું સહન કરવું પડશે બાકી કંઈક વિદ્યાથીઓ તો મહેનતના પ્રમાણમાં સારા માર્ક મેળવશે. આમ આ રાશિના વિદ્યાર્થીઓનું ભાવી ઉજવળ દેખાય છે. વર્ષની શરૂઆતમાં ૫ મી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેમાં પ્રથમ તો તબીયતમાં સારો સુધારો થતો જણાશે અને અવનવા સાહસે માટે સંજોગો સાનુકુળ થવાના, નોકરીઆત વર્ગને કાંઈ પ્રમોશન મળે કે સત્તા વધે. તા. ૫મી નવેમ્બરથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં આવક વધશે પરંતુ કંઈકને ઢો કરવા કે અવળાં સાહસ ખેડવાનું મન થઈ આવવાનું, ધન અને સમયને અવળો ઉપયોગ ન થઈ જાય તે આ દિશામાં ખાસ જોવાનું છે. બાકી સમય સુખમય પસાર થવાને. તા. ૧૪મી જાન્યુઆરીથી સૂર્યની દિદશા શરૂ થશે તેમાં કામનો બે વધે અને હાથ ઉપર લીધેલ કાર્યને ઉકેલતા વાર વાગે આ દશા દરમ્યાન કોઈ નવું સાહસ ખેડવા સલાહ નથી. તા. ૨ જી ફેબ્રુઆરીથી ચંદ્રની દિનદશા ચાલુ થશે તેમાં ધીમે ધીમે આવકના સાધન વધે પરંતુ પ્રગતિ માટેના પ્રયત્નમાં બોધ મુશ્કેલી ઉભી થાય. - ૨૪ મી માર્ચથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં ખાગળ વધવા માટે મિત્રો તરફથી સારી સહાય મળે, વ્યાપારી વર્ગના ધંધા સારા ચાલે તેમ ધનાગમ સારો થાય, માત્ર થોડી કુટુંબીકે ઉપાધી કેટલાકને નડે.
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy