SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શકે અને જો કાંઈ નવું સાહસ ખેડયું તે નહિ ધારેલી મુશ્કેલી આવે. ખાસ કરીને વિદ્યાથીઓને આ સમય જરા વધારે વ્યગ્રતાવાળા જખુશે. તા. ૧૭મી એપ્રીલથી શનિની દિનદશા શરૂ થશે તેમાં નવીજ હીમત આવે અને દરેક વ્યકતી પિતતાના ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકે. જોકે હવે તબીયત તરફ વધુ લક્ષ આપવા જેવું ખરું. કવચીત કોઈને અકરમાત ઈજા થવાને કે ઓચીંતી માંદગીને ભય સૂચવે છે. - તા. ૨૫ મી મેથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં સ્નેહીજને કે સ્વજને સામે જરા મતભેદને લીધે ઉંચા મન થાય. બાકી વર્ચસ્વ વધતું દેખાય. કુટુંબમાં પણ કોઈને માંદગી આવે અને ઈચછાએ કે અનિચ્છાએ મુસાફરી કરવી પડે. તા. ૨૪ મી જુલાઈથી રાની દિનદશા શરૂ થશે તેમાં પોતાની સત્તા * વધવાને પ્રસંગ બને જેમાં કોઈની ગુપ્ત ખટપટ વચ્ચે આવે અને કોઈ સારી પ્રાપ્ત થયેલી તક જતી રહે તેવું કઈના ભાગ્યમાં બની જશે. તા. ૬ ઠ્ઠી સપ્ટેમ્બરથી શુક્રની દિનશા શરૂ થશે તેમાં ધન લાભ સારો થવા છતાં કેટલીય વ્યકતીઓને ખોટા નુકશાનમાં ઉતરવું પડે. જેને લીધે મનને પરિતાપ થાય. કુટુંબીક ઉપાધી પણ ઓછાવત્તા પ્રમાણમાં ચાલુ રહે. આમ એકંદર આ રાશિવાળા માટે આ વર્ષ સારાનરસા પ્રસંગને લીધે સુખદુઃખ મિશ્ર પસાર થયું જણાશે. તેમ છતાં આથીક દષ્ટિએ તે સારૂં જ જણાશે. ' ધન-રાશિવાળા એટલે ભ, ધ, ફ, ઢ અક્ષરથી શરૂ થતાનામવાળા માટે આ સાલમાં ગુરૂ ૧૦ મે ભ્રમણ કરવાને છે અને શનિ ફેબ્રુઆરીની આખર સુધી ૪થે ભ્રમણ કરો તે બંને તમે જે કઈ ક્ષેત્રમાં છે તેમાં તમારું સ્થાન કેમ ટકાવી રાખવું અને માન પ્રતિષ્ઠાને છે કે ન પહોંચે તે જોવું પડશે. આ રાશિના નેકરીત વર્ગને જે પહેલાં કામચલાઉ મોટો હાદો મિલે હશે તે પાછા ઉતરી જવું પડશે, બદલી પણ થવાને વેગ ગણાય. બંધામાં બાહ્ય દખલગીરી વધે અને તેમાં મંદતા ન આવે. પરંતુ મુશ્કેલીઓ "તે ઉભી થયે જવાની, આવું વર્ષના મધ્ય ભાગ સુધી ચાલવાનું. બાકી ઉત્તરાર્ધમાં ઓગસ્ટમાં રાહુ તમારી રાશિથી ત્રીજે આવશે તે તમને કંઈક નીડર અને સાહસીક બનાવશે. તેમ છતાં નાણાકીય જોખમ ખેડવાની સલાહ ‘નહિ અપાય. કુનેહ અને દક્ષતાથી કામ કરે જાઓ તે હરકત નહિ આવે અને આ વર્ષની મહેનતને બદલે આ પછીના વર્ષમાં વ્યાજ સાથે મળી [૮૩ રહેશે. ખા રાશિવાળાને જમીન કે સ્થાવરને અંગે પણ કાંઈક વિશેષ વ્યય કરવો પડે અને જે ન કરવા જમીન આ વર્ષમાં લીધી તે લાભ દેખાશે પણ સરવાળે નુકશાન થવાનો ભય દેખાય છે. આ રાશિની સ્ત્રીઓને વડિલો તરફથી નજીવી બાબતોમાં પણ પકે સાંભળવો પડે અને કરેલી મહેનતને યશ કેઈ બીજાને જ મળે. પિતાનું ડહાપણ કુટુંબમાં ફ્લેશ કરાવનારું ન નીવડે તે લક્ષમાં રાખવા જેવું છે. એટલું જ કે મોટે ભાગે તબીયત ઠીક રહેવાની અને વર્ષની આખરમાં તે સ્વાથ્યમાં સુધારો થવાને પણ યુગ ગણાય. - આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષની શઆતમાં તે અભ્યાસ ઠીક થશે પણ પિતાની જ કાંઈ ભૂલ કે બેદરકારીને લીધે પરીક્ષાનું પરીણામ સંતોષકારક ન આવે. આવડતું હોવા છતાં ખરા સમયે ભૂલી જવાય. બાકી વર્ષના ઉત્તરાર્ધના આખરે પરીક્ષાનું પરીણામ સારું આવશે અને યશ મળશે. વર્ષની શરૂઆતમાં તા. ૧૫ મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલવાની છે તેમાં નેકરીઆત વર્ગમાં કંઇકને બદલી થવાને વેગ છે તે કંઈકને ઉપરી વર્ગથી થોડે ઠપકે સાંભળવા વખત આવે. વ્યાપારી વર્ગને તેમના ધંધામાં જરા મંદતા જણાશે. ' તા. ૧૫ મી ડિસેમ્બરથી સૂર્યની દિનદશા ચરૂ થશે તેમાં ધમાગમ તે સારો થાય પરંતુ કુટુંબમાં કોઈને મંદગી કે અન્ય ઉપાધી સૂચવે છે. તા. ૪થી જાન્યુઆરીથી ચંદ્રની દિનદશા ચાલુ થશે તેમ ધંધે તે ઠીક ચાલે પરંતુ કુટુંબીક ઉપાધી ચાલુ રહેવાની. તા. ૨૨ મી ફેબ્રુઆરીથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં ઘરનાં કામકાજમાં ખર્ચ વધુ થાય. બાકી ધંધાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. જમીનને લગતા કામકાજ સંભાળીને કરવા જેવું છે બાકી ખોટા નુકશાનમાં ઉતરી જશે. તા. ૨૨ મી માર્ચથી બુધની દિનદશા શરૂ થશે. તેમાં કુટુંબીજનેમાં પરસ્પર મતભેદ થાય. પિતાના ભાઈઓ કે પિતરાઈઓ સાથે મીલકત સંબંધી
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy