SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] તા. ૪ થી જુનથી ચંદ્ર દશા શરૂ થશે તેમાં ધન અને કુટુંબ સંબંધી થડી ઉપાધી ઉભી થાય. બાકી અન્ય કામકાજમાં સરળતા મળી રહેશે. તા. ૨૭ મી જુલાઈથી મંગળની વર્ષદશા શરૂ થશે, તેમાં પિતાને કામકાજને ઉત્સાહ વધે. નવા સંબંધો વધે તેવી વ્યકિતઓના પરિચયમાં આવવાના પ્રસંગે બને અને પ્રગતીના પથે આગેકૂચ ચાલુ રહે. તા. ૨૫ મી ઓગસ્ટથી બુધની વર્ષદશા શરૂ થશે. તેમાં શુભાશુભ સમાચાર સાંભળવા મળે, કાંઈક રાજય યા સ્થાવર સંબંધી ઉપાધી આવી પડે જ્યારે પિતાના વ્યવસાયની પ્રગતિ સારી વધે. તા. ૨૨ મી સપ્ટેમ્બરથી શનિની વર્ષદશા શરૂ થશે તેમાં કામકાજનો " બેને વધતે જણાય. બાકી કોઈ વિશેષ લાભ પણ નહિ જણાય, પરંતુ મહેનતનું ભાવિ સારૂં ફળ મળવાનું. મિથુન રાશિવાળા ક, છ, ઘ અક્ષરથી શરૂ થતા નામવાળા માટે વર્ષની શરૂઆતમાં તે શનિ ૮ મે ભ્રમણ કરશે ત્યારે રાહુ જન્મ રાશિ ઉપરથી ભ્રમણ કરવાનો છે. માત્ર ગુરૂ વર્ષની શરૂઆતમાં ૧૦ મે, અને ૧૪ મી માર્ચથી ૧૧ મે અને ૩ જી ઓગષ્ટથી ૧૨ મે ભ્રમણ કરશે. આમ મેટા ગ્રહની શુભાશુભ અસરને લીધે આ રાશિવાળાઓએ વર્ષની શરૂઆતમાં તે ઉપાધી અવરોધ અને વિરોધમય વાતાવરણમાંથી પસાર થવાનું છે. જરાએ જીભ ઉપર કાબુ ગુમાવ્યો કે વગર જોઈતી તકરાર વહેપારી લેવાના, બાકી માત્ર મગજ ઉપર એક જાતની બેચેની રહ્યા કરવાને લીધે કિઈ કામમાં દીલ નહિ ચેરી, પરંતુ ખંતથી પિતાના વ્યવસાયને વળગી રહેશે તે મધ્ય ભાગમાં સારી સફળતા મળશે. મિત્ર ઉપરાંત સામાન્ય જન સમુદાય પણ પિતાને મદદ કરતા જણાશે. માત્ર વર્ષના અંત ભાગમાં આવક અને ખર્ચના બે પાંસાને સરખા કરતા જરા મુશ્કેલી જણૂાશે. તેથી વર્ષની શરૂઆતથી જ જરા નાણાંની છૂટ જણાય તેમણે બે પૈસા બચાવવા સલાહ છે. આ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં શરૂઆતમાં પુરતી અનુકુળતા કદાચ નહિ મળે પરંતુ પરિણામમાં મહેનતને પુરેપુરે બદલે મળી રહેશે, અર્થાત મોટા ભાગના વિદ્યાથીઓને પાસ થવાની પુરી શક્યતા સમજવી. પરંતુ ત્યાર પછી પિતાને પ્રગતિને પંથ વડીલેની કે ગુરૂઓની સલાહ મુજબ નક્કી કરો, કારણ કે રાહુ તેમને નિશ્ચયાત્મક નિર્ણય ઉપર જલદી નહી આવવા દે. વર્ષની શરૂઆતમાં ૨૦ મી નવેમ્બર સુધી બુધની વર્ષ દશા ચાલશે. તેમાં મગજ ઉપર કામકાજને બેજ વધુ રહેવા ઉપરાંત કોઈની સાથે મિથા મતભેદને કારણે દીલમાં શાંતિ ન દેખાય. તા. ૨૦ મી નવેમ્બરથી શનિની વર્ષ દશા શરૂ થશે તેમાં વિરેધીએમાં પિતાનું સારું વર્ચસ્વ જામે. કેટંકજીયા ને વાદવિવાદમાં કંઈક વાતાવરણ સાનુકૂળ જણાય. પરંતુ પિતાની યા કોઈ સજજનની તબીયત બગડે. તા. ૨૬ મી ડીસેમ્બરથી ગુરૂની વર્ષ દશા શરૂ થશે. તેમાં ધીમે ધીમે સમય બારીક આવતે જણાશે. અને માનસિક પરિતાપની માઠી અસર શરીર ઉપર થવાને ભય છે. માટે આહાર વિહાર ઉપરાંત મનની પ્રફલતા રહે તે તરફ વધુ લક્ષ આપવું. તા. ૨૧ મી ફેબ્રુઆરીથી રાહુની વર્ષ દશા શરૂ થશે તેમાં આરોગ્યમાં સારા સુધારો થાય, પરંતુ માનસીક પરિતાપ ઓછો થવાના ચિન્હ બહુ ઓછી છે. તા. ૪ થી એપ્રીલથી શુક્રની વર્ષદશા શરૂ થશે તેમાં આવકનું પ્રમાણ વધે તે સાથે દરેકને પોતાના કામકાજમાં કુદરતી સાનુકુળતા મળી રહે. વિદ્યાર્થીઓને આ સમય વધુ સાનુકુળ જણાશે અને પરિણામ પણ સારાં આવશે. તા. ૧૫ મી જુનથી સૂર્યની વર્ષ દશા શરૂ થશે તેમાં ભાવિ ઉન્નતિની તકે સારી સાંપડે, પણ મનની વિહલતાને લીધે નિર્ણય ઉપર આવતાં વાર લાગશે બાકી હવે ધીમે ધીમે ખર્ચનું પ્રમાણ વધશે. તા. ૬ ઠી જુલાઈથી રાહુની વર્ષ દશા શરૂ થશે, તેમાં કુટુંબમાં કોઈ વડીલને માંદગી આવે, કેટ કજીઆના કામમાં અવરોધ નડે. અને પોતે સ્વજનોને મદદગાર થવામાં સારું ધન ખર્ચે. તા. ૨૭ મી ઓગષ્ટથી મંગળની વર્ષ દશા શરૂ થશે તેમાં પ્રગતી કરવાની સારી તકે મળે પરંતુ તેને લાભ બહુ જ થડ ઉઠાવી શકશે. તા. ૨૫ મી સપ્ટેમ્બરથી બુધની વર્ષ દશા શરૂ થશે તેમાં માનસીક પરિતાપ વધુ રહે તેમ બળનું પ્રમાણ વધે.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy