________________
તા, ૩ જી ફેબ્રુઆરીથી શુક્રની વર્ષ દશા શરૂ થશે તેમાં ધીમે ધીમે આવેલી આંધી દૂર થતી જાય તેમ મનની પ્રફુલ્લતા વધે, કુટુંબમાં કાંઈ માંગલિક પ્રસંગમાં આનંદપૂર્વક ભાગ લેવાય, માત્ર અંત ભાગને સમય જરા કરીને બારીક જણાશે.
તા. ૧૫ મી એપ્રીલથી સૂર્યની વર્ષદશા શરૂ થશે તેમાં કામકાજને બાજો વધે અને પિતાની પ્રવૃત્તિમાં ધારી સફળતા ન મળે.
તા. ૫ મી મેથી ચંદ્રની વર્ષદશા શરૂ થશે જેમાં ગોચરના ગ્રહો સાતકળ બને છે, જેથી માનસિક પરિતાપ રહેવા છતાં પોતાના કામકાજમાં સકલતા મળે. નવા સંબંધો વધે અને તેઓ પિતાને સારા મદદગાર થાય, નાની યાત્રા માં મુસાફરી થાય.
- તા. ૨૬ મી જુનથી મંગળની વર્ષદશા શરૂ થશે તેમાં નવી જ પ્રવૃત્તિ હાથ ઉપર લેવાની સારી તક સાંપડે. કામકાજ પરત્વેનો ઉત્સાહ વધે આનંદપૂર્વક નાની મુસાફરી થવાને યોગ ખરા. અને ખર્ચ વધવા સાથે બાવક ૫ણુ વધશે.
તા. ૨૬ મી જુલાઈથી બુધની વર્ષ દશા શરૂ થશે. તેમાં શુભાશુભ સમાચાર સાંભળવા મળે. દરેકને પોતાના કામકાજમાં સાનુકુળ વાતાવરણ જણાય તે કવચીત ખેટા અવરોધો પણ સ્વજને તરફથી ઉભા થતા જણાશે તેથી નવા સાહસ આરંભવાની હિંમત તે ઉડી જશે, પરંતુ ખેત રાખીને આગળ ધપવા સલાહ છે.
તા. ૨૨ મી સપ્ટેમ્બરથી શનિની વર્ષદશા શરૂ થશે, તેમાં સ્થાવર સંબંધી શિકી ઉપાધી વોવી પડે. ભાડુત અને મકાન માલીકને અરસપરસ જરા ઉંચા મન થવાના પ્રસંગે ઉદ્દભવે. બાકી કુટુંબીજને પરત્વે સમય સારે જણુશે. તેમ ધનને પ્રવાહ જરા વેગ પકડે અર્થાત વેપારીઓને વધુ નફો મળે.
વર્ષના અંતમાં ૨૮ મી ઓકટોબરથી ગુરૂની વર્ષદશા શરૂ થશે જેમાં કામકાજ પરત્વેને ઉત્સાહ વધે અને પિતાની સામાજીક પ્રવૃત્તિમાં આલ્હાદક વાતાવરણને અનુભવ થાય.
રહ્યો હોય તેવું લાગશે, પરંતુ થોડા જ સમયમાં ગુરૂદેવ ૧૨ મે બમણુ કરતે [ ૮૯ થયો અને મંગળ બમણુ પણ આવશે તે અરસામાં વ્યયનું પ્રમાણ વધવા માંડે અને સાત સાંધે ત્યાં તેર તુટે તેવી પરિસ્થિતિ ઉભી થશે. માટે શરૂઆતથી જ આ રાશિવાળાઓએ ધનની બાબતમાં બહુ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યકિતને ધીરધાર ન કરવી. બાકી ધંધાકીય ક્ષેત્રે મહેનતની મજુરી મળવાની જ છે. કુટુંબીજનો અને સ્નેહી મિત્રો પણ પોતાને મદદગાર થશે.
આ રાશિના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળ થવા શરૂઆતથી જરા કમર કસીને મહેનત કરવા જેવી છે નહિતર પરીક્ષાના સમયે કાંઈ કુદરતી અંતરાય આવવાથી રીવીઝન કરવાને પુરતો સમય નહિ મળે એટલે કંઈકને પસ્તાવાને સમય આવશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૨ મી ઓકટોબર સુધી બુધની વર્ષદશા ચાલશે તેમાં મિત્ર સમુદાય વધે, ધનની પણ છૂટ સારી જણાશે.
તા. ૨૨ મી ઓકટોબરથી શનિની વર્ષ દશા શરૂ થશે તેમાં ભાવિ પ્રગતિને ઉન્નતી માટે આરંભેલ કાર્યોમાં અંતરાય આવે, અનિચ્છાએ મુસાફરી કરવી પડે. તેમ સ્વજનની ખાતર શ્રમ વધુ કરવો પડે.
તા. ૨૬ મી નવેંબરથી ગુરૂની વર્ષ દશા શરૂ થશે તેમાં કોઈ સ્વજન કે ભાગીદાર સાથે વિખવાદ થાય પરંતુ ધંધાદારીઓ માટે આર્થિક સમય સારે પસાર થતા જણાશે.
તા. ૨૨ મી જાન્યુઆરીથી રાહુની વર્ષદશા શરૂ થશે તેમાં ધીમે ધીમે વિરોધ અને અવરોધની આંધી શમતી જાય અને પ્રગતિના પંથે આગેકૂચ કરવાનું સરળ વાતાવરણ તૈયાર થતું જણાય.
તા. ૫ મી માર્ચથી શુક્રની વર્ષદશા શરૂ થશે તેમાં માંગલીક પ્રસંગમાં આનંદપૂર્વક ભાગ લેવાય, છૂટે હાથે નાણુને વ્યય થાય કારણકે આ સમયની શરૂઆતમાં આ રાશિવાળાઓના હાથમાં સારૂ ધન પ્રાપ્ત થવાના યેગે જણ્ય છે. દરેકને પોતાની પ્રવૃત્તિ પછી ભલે તે ધધો, વેપાર, વિદ્યાભ્યાસ કે સમાજસેવા હોય પરંતુ તેમાં ઉત્સાહ વધે અને ધાર્યું કાર્ય સિદ્ધ થતા જણાય.
તા. ૧૫ મી મેથી સુર્યની વર્ષદશા શરૂ થશે તેમાં હવે કંઈક સમય કણુ આવતે જણાશે અને નાણાભીડ પણ દેખાવા માંડે. આ દિશામાં મુસાફરી તેમજ અન્ય વ્યવહારીક બાબતમાં પુરી તકેદારી રાખવા જેવી છે.
વૃષભ રાશિ-બ. વ. ઉઅક્ષરથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૦ નું વર્ષ શરૂઆતમાં તે જાણે પિતાના ઉપર ઈશ્વરી અનુગ્રહ. ઉતરી
૧૨