SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નાણાં ખાતું, અને ખનીજ પદાર્થ, ખાણ અને ધાતુ પદાર્થનાં ખાતા જાય છે. મંગળ શિઆળુ પાક પ્રધાન બને છે. જ્યારે શુકને રસાદિ પદાર્થનું ખાતુ સુપરત કરવામાં આવ્યું છે. આ બધા ગ્રહ પૃથ્વીના નજીકના હોઈ ભૌતિક વિષ તરફ જગત આગળ વધશે. ગુરૂ અને શનિ જેવા મુખ્ય ગ્રહોને કઈ ખાતું મળતું નથી. આ વર્ષમાં સ્ત્રી વર્ગની ઉન્નતિ સારી થશે, અને મહત્વના રથાનો પર નારીવૃંદની વરણી થશે, એમ ચંદ્રને મળતાં બે મુખ્ય પદ પરથી સુચિત થાય છે; હવે શાસ્ત્રોક્ત ફળ આ પ્રધાન મંડળનું બતાવવામાં આવે છે. ચંદ્ર વિશ્વ પ્રમુખ સ્થાને બિરાજવાથી, વિશ્વમાં સુખ શાંતિ જળવાઈ રહેશે, શુભ કાર્યો થશે, માનવીની ઉન્નતિનાં કાર્યો હાથ ધરવામાં આવશે. વૃષ્ટી ઘણી થશે. જમીનની નિપજ સારી રહેશે. પગ વ્યાધિ ઓછી થઈ જશે. જનતાની તંદુરસ્તીનું ધોરણ ઉંચું આવશે. અંતરીક્ષમાં શુક્ર-મંગળના પ્રદેશમાં જવાને માટે પ્રયત્ન થશે. વૃદ્ધાવસ્થા નાશ પામે, એવાં ઔષધની શોધ થશે. ભારતમાં આ ફળ ગુજરાત રાજ્ય, પંજાબ, વિદર્ભ, અને ઉત્તર ભારતમાં મળશે. ચંદ્ર-વડા પ્રધાન બનવાથી રાજ શાસનને ખર્ચ વૃદ્ધિ પામશે. વહીવટી તંત્ર વધુ ખર્ચાળ બનશે ચોમાસુ પાક સારો ઉતરશે, જનતા સુખોપભોગ કરશે. કળા હુન્નર કારીગરોની વૃદ્ધિ થશે. બુધમાસુ પાક, અગ્ર ધાન્ય, ખેતીવાડી ખાતાને પ્રધાન બનવાથી વૃષ્ટિ છેષ્ટ થાય. જનતાના સુખમાં વૃદ્ધિ થાય. દુઃખ, શોક અને ઉપદ્રવના બનાવો બહુ જ ઓછા થઈ જાય. વિજ્ઞાન અને વિજ્ઞાનિકોની ઉન્નતિ થાય. અવકાશમાં સંશોધન માર્ગે આગળ વધાય. આ ફળ બંગાળ, આસામ, બીહાર, કેરલમાં મળશે. બુધઃ—નાણાં પ્રધાન બનવાથી, તેની બાળક બુદ્ધિ પ્રમાણે સમાજમાં સંગ્રહ વૃત્તિ વધશે. નાની બચત ફંડ જેવી યુક્તિઓ નાણું એકઠું કરવાને માટે ઉન્નતિ પામશે. કાળાં બજાર, દાણચોરા અને વધુ ભાવ લેવાની વ્યાપારી વૃત્તિ પણ વૃદ્ધિ પામશે. ખેતીનું ઉત્પાદન લક્ષ્યાંક પ્રાપ્ત કરવાના ભગીરથ પ્રયને કેટલેક અંશે કામયાબ બનશે. નહેરનાં પાણીથી ખેતી કરવાના વિસ્તાર વધુ વિતરાશે. વિજ્ઞાન, સંશોધન કાર્યોમાં ઉન્નતિ થશે. કેળવણી અને ભાષાકીય પ્રશ્ન ઠેર ઠેર કડવાશ વધારશે. શુક્ર-આદ્ર પદાર્થ રસકસ પદાર્થ વિભાગને પ્રધાન બનવાથી, [ ૮૩ ઠેર ઠેર અતિવૃષ્ટિ થવા છતાં, જનતાના માનસ પ્રફુલીત બનશે. ચીજ વરતુઓની છુટ સારી રહેશે, રાજ વહીવટ પ્રજાને સુખી કરવા તરફ, ન્યાય આપવા તરફ વધુ નિપક્ષપાત વાળા બનશે. રાસાયણીક પદાર્થ, સુગંધીત ચીજો. ટોઈલેટસ, પરફ્યુમરો, અત્તરના ભાવો બહુ ઉંચા જશે. તેના પર કરવેરા વધશે. કંદ મૂળ, ઔષધી દ્રવ્ય, ફળ કુલ શાકભાજીની ઉત્પત્તિ રૂતુ પ્રમાણે સારી થશે. કાંકણુ પટ્ટી, મધ્ય ભારત, મુંબઈ રાજ્યમાં આ ફળ મળે. મંગળ:-મંગળ મહારાજ શિઆળુ પાકના અધિપતિ બનવાથી, આ વરસમાં ઘઉં, સરસવ, મગ, સીંગદાણા, અડદ, પરવાળાં, અળશી, ખા, ખાંડ, ગોળ ઘીમાં સારી એંધારત રહેશે. કેઈ કાઈ વિભાગોમાં દુષ્કાળના ઓળા ઉત્તરશે. બુધ-ખનીજ દ્રવ્યો, ખાણુનાં ઉત્પાદન, ધાતુ પદાર્થોને પ્રધાન બનવાથી, ભાતીગલ કાપડ, કેલશ્યમ, યુને, સુખડ, ઈમારતી લાકડું, મકાન બાંધવામાં વપરાતા પથર, અને સીન્થટીક બનાવટોના ભાવમાં સારે | ઉછાળે આવશે. ખાણમાં અકસ્માત થવાથી ઉત્પાદન ઘટશે. ઉલસા અને વીજળીના પુરવઠાની ખેંચ જણાશે, તેથી ઉત્પાદન કાર્યને નુકસાન પહોંચશે. સુર્ય –ફળ, ફુલાદિ પ્રધાન સૂર્ય બનવાથી રૂતુ રૂતુના ફળની ઉત્પત્તિનું પ્રમાણ સારૂં રહેવા છતાં, વાહન વ્યવહારના કારણે ભાવ ઉંચા જશે. વિશ્વમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિનું જોર રહેશે. જનતા સુખદુ:ખ ભગવતી તામસિક સ્વભાવને કારણે લીલી બનશે. સૂર્ય–સંરક્ષણ પ્રધાન બનવાથી, રાજ્ય કારભારમાં વ્યવસ્થિતપણું, સામયિકતા આવશે, તુમારી કામકાજથી થતા વિલંબ ઘટાડવા માટે પગલાં લેવાશે. ર, મેટર, મુસાફરીમાં થતી ચોરી અટકાવવા માટે જલદ પગલાં લેવાય. નામચીન ખિસ્સા કાતરૂઓને દાખલા રૂપ સજા ફટકારવામાં, રેલવે, મેટરના અકરમાતે અટકાવવા માટે કામયાબ પગલાં લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાંની એક ગામથી બીજા ગામની મુસાફરી, અને વગડે, ખેતર ફરતી શ્રી વર્ગને છેડતી, ખૂન, અને લુંટફાટ અંકુશિત બનશે.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy