SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] સુર્ય–સંદ, હવામાન ખાતાને પ્રધાન સુર્ય બનવાથી, વરસાદ કર્મધમી થશે. ખેતરની નિપજ થેડી થશે. ચેર, લુંટારા, ધાડપાડુએ, બહુ રંજાડ કરે, તેથી શાસનકારેને ચિંતાનો વિષય બની રહે. રાજભંડારોમાં નાણું સમયસર આવે નહિ. કરવેરા સમયસર ભરાય નહિ. કરવેરા છુપાવનારાની વસ્તિ વધે. સરકારને ખર્ચને પહોંચી વળવા માટે નવી નવી લેને કાઢવી પડે. રાજ્યની દેવાદાર પરિસ્થિતિ ચિંતાકારક બને. બીહાર એરિસ્સા રાજ્યમાં આ ફળ ભોગવાય. સૂર્ય –વ્યાપાર પ્રધાન બનવાથી સ્ટેટ ટ્રેઈકીગ કારપરેશન જેવી ખરીદી અને વેચાણ કરનારી સંસ્થાઓ, ફાઈનન્સ કારપેરેશને દરેક રાજ્યમાં ઉભી થાય. ધંધા, વ્યાપારનું રાષ્ટ્રીયકરણ કરવા તરફ રાજ્યનું માનસ રહે, તેથી વ્યાપારી વર્ગ અને ઉત્પાદન ક્ષેત્રોમાં મેટો ઉહાપોહ થાય. બેકારી વધવા માંડે. વાયદા પંચના અધ્યક્ષ સામે મેટા મેટા આક્ષેપ મુકાય, તેની ખુલી તપાસ મંગાય. લીમીટેડ કંપનીઓનાં સંચાલનમાં સરકારી હસ્તક્ષેપ વધે, પબ્લીક અને ધર્માદા ટ્રસ્ટના વહીવટની તપાસ થાય. વ્યાપાર પ્રધાનની ઈજારા, પરમીટ, આપવાની નીતિ માટે ધારાસભાઓમાં ટીકાની ઝડીઓ વરસે. આફ્રિકા, નેપાલ, ભૂતાન, સીકકીમ, હમાચલ રાજ્ય, સરહદી પ્રદેશમાં અનુભવાય. હવે ઉપરોક્ત પ્રધાન મંડળમાં નિયુક્ત થએલ સદસ્ય (ગ્રહ) ની વર્ષ પ્રવેશ લગ્નમાં પરિરિથતિ તપાસીએ. ઉપરોક્ત ફળ કથન તેની સાથે કેટલું મળતું અગર અલગ પડતું ફેરફાર માંગે છે, તે ઉપર વિચાર કરીએ. વર્ષમાં પ્રવેશ લગ્ન છે. ૧૪-૩-૬૪ (ા. ૭-૪૪) શનિવાર. ચંદ્ર-શીધ્ર ગતિવાળા ગ્રહ, શુભ પ્રહની રાશિમાં ગુરૂ બુધથી યુક્ત છે. તેથી સ્ત્રી વગરની ઉન્નતિ આ વરસ દરમીયાન આગળ પડતી થશે, અને તેમની વરણી મહત્વના સ્થાને પર થશે. બાળ ઉછેર પદ્ધતિ, પ્રાથમીક કેળવણી અને ઘરડાંનાં ધરે તરફ વધુ ધ્યાન આપવામાં આવશે, અને તેવી સંસ્થાઓ વૃદ્ધિ પામશે. આ વરસમાં સમુદ્રોનું સંશોધન થશે. સમુદ્રોનાં વિશાળ પટાળની મજણી થશે. નદીઓનાં જળને આંતરીને, તેમને ઉપયોગ ખેતીવાડીનું ઉત્પાદન વધારવા તરફ ખાસ પ્રયત્ન થશે. જળવિદ્યુત ઉત્પાદન શક્તિમાં મેટો વધારે થશે. વિશ્વના આગેવાન રાષ્ટ્રોમાં વડા પ્રધાન પદ પર નાની ઉમ્મરની વ્યકિતએ ચુટાશે. સમસ્ત વિશ્વમાં અર્થકારણ, વિદેશનીતિ વ્યાપાર, અને રાજકીય ક્ષેત્રમાં અગત્યનો ભાગ ભજવશે. બધું સૂત્ર સંચાલન આજ બાબતની ધરી પર વિચારાશે. જમીન અને ખનીજ ની ખેંચ એાછા ઉત્પાદનને કારણે જણાશે. મૂડીવાદી માનસ કાચી ચીજ વસ્તુઓના ભાવની વધઘટ કરવાની શક્તિ પર સંચાલન શક્તિ ધરાવો. દશમા ભૂવનમાં કેતૂ ધન રાશિમાં હોવાથી વિશ્વમાં ધણું રાષ્ટ્રો વચ્ચે સરહદી પ્રશ્નો મેટી અગત્યતા બતાવશે અને કેટલેક સ્થળે એ હથીઆર ધારીએનો હીલચાલ થશે. વિરોધી પક્ષો રાજસત્તાના સૂત્રે હસ્તગત કરવા માટે હિંસક સ્વરુપની ચાલે, ષડયંત્ર દ્વારા ચલાવશે, કાળ સર્પગ વર્ષ પ્રવેશ લગ્નમાં થએલ હોવાથી પ્રથમ છ માસ દુઃખાવસ્થામાં પસાર થાય - સૂર્ય–ફ્રેશ થઈને લગ્નમાં રહેલ હોવાથી અને જળતત્વની રાશિ હેવાથી તેના ફળને પ્રભાવ ઘટશે, છતાં સ્થાન બળી હોવાથી અને તેના સ્થાન પર મંગળ, શનિની દ્રષ્ટિ હેવાથી, લકર, પંચાયત રાજ્ય, યંત્રાલો, મ્યુનીસીપાલીટીઓના સંચાલન માટે ખરાબ છે. આ વિભાગમાં ટંટા, બખેડા, અસતિષ, હડતાળ, બળવાન વૃત્તિ, અનુભવાશે. છાતી, હદય, રુધિરાભિસરણના રોગીઓ વધશે. તેના ક્ષેત્રમાં તે બરાબર કામગીરી બજાવી શકશે નહિ. શુક્ર-શત્રુ ગ્રહી અગ્નિ તત્વની રાશિમાં અને શનિની દ્રષ્ટી પડતી હોવાથી દુઃખિત અવસ્થામાં આવ્યા અને ત્રીજા ભુવનને માલીક થઈને રહેલ છે. ત્રીજા સ્થાન પર મંગળની દ્રષ્ટિ પડે છે, તેથી અતિવૃષ્ટિ કરતાં અનાષ્ટિનું જોર વધુ રહેશે. તેના ઉત્પાદન ક્ષેત્રમાં માંગને પહોંચવાની અશક્તિ રહેશે. ઉત્પાદનને સારો એવો જથ્થો, “યેન કેન પ્રકારેણુ” હાથ પગ કરીને અદ્રશ્ય થવાની શક્તિવાળો રહેશે. મંગળ-ધન અને ભાગ્ય ભૂવનને માલીક બનીને વ્યય સ્થાનમાં શનિ સાથે બેઠેલ છે. ધન અને ભાગ્ય ભૂવને પર શનિ મહારાજની પૂર્ણ કૃપા દ્રષ્ટિ (?) છે. જેથી આથીક સંકડામણ, નિકાશની ચીજ વસ્તુઓ, ભારતને અનુકૂળ સમયે નહિ મળે. ભાગ્ય સ્થાન પર ગુરુની પણ દ્રષ્ટિ છે. શનિમંગળ સાથે લેવાથી શનિનું ફળ પ્રથમ મળશે, અને ગુરુનું ફળ વરસના અંત ભાગે મળશે, ભારતે આ પરિસ્થિતિમાં પરરાષ્ટ્ર તરફથી મળનારા
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy