________________
ગ્રહણની અસર વિ. સં. ૨૦૨૦માં પાંચ ગ્રવણુ થવાના એગ છેઃ6) પોષી પુણમા આદ્ર નક્ષત્રમાં ચંદ્રગ્રહણુ તા. ૩૦-૧૨-૧૯૬૨ સેમ. ય પોષી અમાવાસ્યાનું સૂર્યપ્રણુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં તા. ૧૫-૧-૬૪
મંગળવારે. વૈશાખી અમાવાસ્યાનું સૂર્યગ્રહણ મૃગશીર્ષ નક્ષત્રમાં તા. ૧૦-૬-૬૪ બુધવારે
જયેષ્ઠી પૂનમનું ચંદ્રગ્રહણ મૂળ નક્ષત્રમાં તા. ૨૫-૬-૬૪ ગુરૂવારે. (૫) પેઠી અમાવાયાનું સૂર્યગ્રહણું પુનર્વસુ નક્ષત્રમાં તા. ૯-૭-૬૪
ગુરૂવારે.
ઉપરોક્ત પાંચ ગ્રહણોમાંથી નંબર ૧ અને નંબર ૪નાં ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.
આદ્રા અને મૂળ બને નક્ષત્રો જળતત્વનાં છે તેથી જળતત્વમાં વિકાર ઉત્પન્ન થાય જ્યાં વૃષ્ટિ થાય ત્યાં વિનાશ વેરે અને જ્યાં ન થાય ત્યાં પણ દુષ્કાળ, અછત, અને મેંધવારીના કારણે જનતા ત્રાહીમામ પોકારે, બંને ચંદ્રમહ છે, તેથી ખેતીના ઉત્પન્ન, જમીનનું ઉત્પાદન અને નારી વૃંદ પર ઘેરી અસર કરશે. આર્કા નક્ષત્ર પૂર્વ ગળાર્ધનું દ્યોતક અને મૂળ નક્ષત્ર પશ્ચિમ ગાળાનું ઘાતક હાઈ પ્રથમ ચંદ્રગ્રહણની અસર પૂર્વ ગોળાર્ધના પ્રદેશમાં, અને બીજા ચંદ્ર ગ્રહણની અસર પશ્ચિમ ગોળાર્ધમાં વ્યાપક રૂપે જખ્ખાશે. વળી આર્કા નક્ષત્રના અધિકારતળે બંગાળ, આસામ, બિહાર, એરીસા પંજાબ, પાંડુ, મેવાસ, નર્મદા નદીના કાંઠાનો પ્રદેશ, પણું આવે છે. મૂળ નક્ષત્રના અંધકાર તળે આબુ પર્વત માલવા, પશ્ચિમ પાકિસ્તાન, ગુજરાત રાજ્યને પણ સમાવેશ થાય છે. આદ્રા નક્ષત્ર ભારતવર્ષની કુંડળીમાં દશમા ભૂવનમાં અને રાજધાનીની કુંડળીમાં બારમા ભુવનમાં આવે છે. મૂળ નક્ષત્ર ભારતની કુંડળીના ચેથા ભૂવનમાં અને રાજધાનીની કુંડળીમાં ૬ . ભૂવનમાં આવે છે તેથી આ ભૂવનેને લગતાં માઠા બનાવોનો અનુભવ જનતા જનાર્દન અને વ્યવસ્થાપક તંત્રને થાય. આ બધી વિગત પ્રચાર પ્રકરણમાં અપાઈ ગએલી છે તેથી તેનું અહીં ફરીથી પુનરાવર્તન કરવામાં નથી આવતું. વળી
આ વર્ષમાં પુનર્વસુ, આર્દ્ર, મધા, પૂર્વકાળુની મૂળ, પૂર્વાષાઢા, ધનોઠા, [ ૮૨ શતતારા સતત પાપાક્રાંત નક્ષત્રી બને છે, તેથી તે ચંદ્રનક્ષત્રો જેમનાં નક્ષત્રો બનતાં હશે, જેમના જન્માક્ષરમાં દશમાં, ૪ થા કે ૮ મા ભૂવનમાં તે આવતાં હશે, તેમને માટે સમય બહુ વિચારીને દીર્ધદષ્ટીથી વર્તન કરવાનું રહેશે. જેએએ કુદરત વિરોધી, સમાજ વિરોધી, રાષ્ટ્ર વિરેધી, માનવતા ધર્મનાં વિરોધી કાર્યો કર્યો હશે, એક લાકડીએ સત્તા ચલાવી હશે, તેમને સમયને કાળદંડ, સજા કરવાને માટે તત્પર બનેલ છે. તેમ સમજી રાખવું. એ તેમના હિતમાં છે, આ રાષ્ટ્રોમાં ભયંકર વિપ્લવ કુદરત કૃત અને માનવત કર્મોથી અનુભવાશે, દક્ષિણ આફ્રિીકા, દક્ષિણ અમેરીકા, ઉત્તર અમેરીકાનો પૂર્વ કિનારે, મલયેશિયા, ઇન્ડોચાઈને, મધ્ય એશીઆના બધાં મુસ્લીમ રાષ્ટ્ર, મધ્ય યુરોપના રાજ્ય, ચીન, ભારત, આબીસીનીયા, આસ્ટ્રેલીયા, વેસ્ટ ઇન્ડીઝ, ઈજીપ્ત, ચીન, અને રશીયાની સરહદો પર આ ગ્રહણની અસર જણાશે. ઠેર ઠેર જૂનાં બંધને, સુલેહની શરતો અને સરહદની બાબત અંગે મતભેદ ઉઠશે, અને નવાં મુલ્યાંકન માટે પ્રવૃત્તિ હાથ ધરાશે. કુતરાં જેવાં પશુઓમાં રોગચાળો ફાટી નીકળવાથી તેમનાં મૃત્યુ પ્રમાણુ વધી જશે.
પૌષ માસનું ચંદ્ર ગ્રહણ દુકાળ, અને અવર્ષણથી પીડા કરે છે. અનાજના ભાવ તેજ થાય છે. સીંધ (પશ્ચિમ પાકિસ્તાન ) અયોધ્યા, નેપાલ, ભૂતાન, સીક્કીમ વિગેરે હિમાલયની તળેટીના રાજ્યમાં અશાંતિ ઉભી થાય છે. લશ્કરી બળવો થાય છે. રાજ્ય વિરોધી તત્ત્વો બળવાન બને છે, ઘી, તેલ, મગ, અડદ, અફિણ, કાળા રંગની ચીજ વસ્તુઓ, કપૂર, ખટાશવાળા પદાર્થો, મીઠું, સેડા, કવીનાઈન, એસીડ, આસ, રૂ, કપાસના ભાવ બે માસ પછી સારા વધે છે, તેમાં વેચનારને લાભ થાય છે, ભૂત પ્રેત પિશાચાદિ બાધાઓ વધે છે, ભૂવા, યતિ, સાધુ, ફકીર, બાવા, મંત્ર તંત્રના પ્રયોગ કરનારુ જાદુ મંતર કરનારા, લુંટારા, સમાજમાં દુરાચારના સ્થાને ચલાવનારા, ખૂન કરનારા પીડાશે. ઢોર ઢાંખરમાં રોગચાળે ફેલાવાથી સાચા ઘીના ભાવો પાંચ મહીના સુધી બહુ ઉંચા જશે. રાજસ્થાન, મારવાડમાં ૫ણુ અશાંતિ રહેશે. અને ત્યાં પણ ઉપરોક્ત હકીકત લાગુ પડશે.