SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ઉત્પાદન પ્રવૃત્તિ અને ત્રીજી યોજનાના લક્ષ્યાંક વિષે રાજ્ય અને મધ્યસ્થ સરકાર વચ્ચે અસામંજસ્ય પ્રવર્તશે. કાશ્મીરના પ્રશ્ન અંગે કારતકથી ફાગુન સુધીના ગાળામાં ફરીથી સમજુતી માટે પ્રયાસ થશે. અને ભારતના હસ્તગતનું કાશ્મીર ભારતના હસ્ત તળે અને પાકિસ્તાનના વર્ચસ્વ તળેનું કાશ્મીર રાજ્ય પાકિસ્તાન પાસે રહેશે. કાશ્મીરની મુસ્લીમ પ્રજા જ પાકિસ્તાનના હાથ નીચે જવાનું ઈ-કારશે; પ્રજામતની બિનજરૂરીયાત પુરવાર થશે. કેમકે પાકિસ્તાનમાં લાહોરમાં બનેલ શીયા-સુની બે મુસ્લિમ કામેના રમખાણુ દષ્ટિ સમક્ષ રાખવામાં આવશે. નેપાળ, સીક્કીમ, ભૂતાન, અરબસ્તાન, આબીસીનીયામાં રહેલ સહેલ રાજાશાહી ત આ વરસમાં અસ્ત થશે. આ રાજ્યમાં રાજવિપ્લવ થશે, તેમાં વિશ્વનાં આગેવાન રાષ્ટ્રના એલચીમડાનાં પાં કારસ્થાને કામ કરી રહ્યાં હશે, આસામના ચવા અને તેલ ક્ષેત્રે માટે ભારત સરકારને બહુ સાવચેત રહેવું પડશે. વિદેશી તત્વ કામદાર વર્ગને ભાંગફેડ કરવાને ઉત્તેજીત કરતાં ઉત્પાદન ઘટશે. ભારતને ઈ. સ. ૧૯૬૪ ના પ્રથમ છ માસ માટે વિપરીત ગ્રહ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. ત્યારબાદ ભારતીય જનતામાં પુરુષાર્થની પ્રવૃત્તિ વધુ સજાગ થશે. પ્રધાનમંડળે તમારતંત્રને તિલાંજલી આપવાની પ્રવૃત્તિ જોર પકડશે. સ્વાપણું અને આત્મશ્રદ્ધાથી પુરુષાર્થ કરવા તરફ જનતામાં મેટો ઉહાપોહ થશે. જેની વૃષભ, કન્યા કે મકર રાશિ હશે, તેવો કઈ આગેવાન નેતાપદ ધારણ કરશેઆગળ આવશે, અને ભારતનું સુકાન તેના હસ્તક બરાબર મજબુત બનશે. ભારતનું ભાગ્ય બળવાન છે, પણ અનેક વિતક યાતનાઓ તેને ભાગ્યે ભોગવવાની છે, જે ભાગવે જ, અનુભવે જ ટકે છે. ભારતમાં ભૂમિના પેટાળમાંથી સંશોધન કરતાં સૌરાષ્ટ્ર, કચ્છ, રાજપૂતાના સહ્યાદ્રિ પર્વતના પ્રદેશમાંથી કીમતી ખનીજદ્રો મળી આવશે, જેથી ભારતને બહુ જ આથક લાભ અને હુંડીયામણુમાં બચત થશે. ભારતના પશ્ચિમ કિનારા પર અદ્યતન બંદરો અને વહાણના બાંધકામ માટેની ગેદીએ બાંધવાને તાત્કાલીક પગલાં લેવાશે. જ્યારે એશિઆમાં ને યુરોપની સરહદ પર આવેલી પર્વતમાળામાંથી યુરેલ પર્વતમાંથી, કાસ્પઅન સમુદ્રમાંથી કીમતી ખનીજ દ્રબ્બાની, યુરેનીયમ, લીંગાઈટ જેવા અપ્રાપ્ય દ્રવ્યને મેટ જથ્થા જડી આવવાથી, વિશ્વની મહાન સત્તાઓનું ધ્યાન તેના પર કેન્દ્રીત થશે. અમેરિકન અને બ્રિટીશ તેલ કંપનીઓના હિતને નુકશાન થાય, તેવી . રીતે તેલની રીફાઈનરીઓ, પાઈપ લાઈન અને ટાંકાંઓનો નાશ કરવામાં આવશે. દરેક જાતના બળતણુની કીંમત વધી જશે. વિમાની મુસાફરીને દર બહુ વધી જશે. વિ. સં. ૨૦૨૦ ની શરૂઆતમાં અધિક કારતક માસ હોઈ માગશીર્ષ ક્ષય ભાસ ગણાવે છે. શાબ્દ ૧૮૮૬ ની શરૂમાં પણ ચૈત્ર માસ અધિક માસ છે. તેને પ્રથમ દિવસ જ ક્ષયતિથિ હે, રવિવારુ વરસ બેસે છે. ગ્રહ મંડળમાં શનિની ગતિ શીઘગામી, ગુરૂ અને મંગળની ગતિ અતિયારી લાંબા સમય સુધી રહે છે. વિશ્વને માટે આ અમંગળ એંધાણ છે. તેથી હવામાનમાં મોટા ફેરફાર અવર્ષણ, ચીજવસ્તુની અછતમાં વૃદ્ધિ, માનવીના મનમાં તમે ગુણુની વૃદ્ધિ, સાત્વીક ભાવનાવાળી ગણીગાંઠી વ્યક્તિ પ્રત્યે રાગ-દ્વેષ અને તિરસારની ભાવના, નાના ઉગતા વગમાં વર્ણસંકરતા અને ઉછંખલતા વિકાસ પામતી જોવામાં આવશે. રાગરાઈની વૃદ્ધિ થશે. તેમાં ખાનપાનમાં સેળભેળ અને શુદ્ધ દ્રવ્યને અભાવ મહત્વનો ભાગ ભજવશે. ઠેર ઠેર આગ લાગવાને બનાવો બનશે. સમાજજીવનમાં, કુટુંબઝનમાં અવિશ્વાસ વધે જશે. માનવતાની લાગણી, વડીલે પ્રત્યે માનની લાગણીનું પ્રમાણ બહુ ઝડપી ઘટતું જશે. સમજુ વયેવૃદ્ધ અને જ્ઞાનરૂદ્ધ પંકાએલ વ્યક્તિઓથી ન કરવાનાં કાર્યો થશે. વ્યવસ્થા તંત્રમાં લાગવગને કારણે શિથિલતા ઘર કરી જશે, ધાર્મિક ભાવના સુધરતા સમાજને–પાશ્ચાત્ય પદ્ધતિની કેળવણી પામેલ ઉમતા વગને અંધશ્રદ્ધાનું પ્રતીક લાગશે. કુટુંબવ્યવસ્થા નેટશ્રષ્ટ થતી જશે અને તાલીમિત્રનાં મંડળે, કલા અને સંસ્થાઓની સંખ્યાદ્ધિ પામશે. નૂતન - દવા અને ઉપચારના સંશોધનથી દરદ ઉપર અંકુશ લેવા માટે પ્રયાસ કામયાબ બનશે. છતાં સરેરાશ માનવીનું આયુધ્યનું ધોરણ ઘટતું જશે.. આકાશસ્થ પ્રહાની અસર વિધપર અને ભારતવર્ષમાં ખાસ કરીને આવાં રૂપે જણાવાની છે તે વ્યવસ્થાપકોએ, ધમકવૃત્તિવાળા મહાનુભાવોએ તેમાંથી જનતાનું રક્ષણ કરવાને વ્યવસ્થાતંત્ર સાબદુ કરવું , ભારતને તેના સંરકૃતિ: મય જીવન પ્રણાલિ તરફ વાળવા માટે પ્રયત્નો કરવાથી, રસ્તાઓ લેવાથી જ, તે કાર્ય સાધી શકાશે, અન્યથા નહિ.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy