SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વૃષ્ટિથી; જન, ઘન અને પાકને વિપુલ નુકશાન, ગરમીની રૂતુમાં અત્યંત દાહક ગરમ રૂતું બનવાથી પશુપક્ષીઓ તરફડીને મરી જવાના, ઢેરોમાં રોગચાળો ફેલાવાના પ્રસંગ આવશે. રૂઢિચુસ્ત ગણાતા ધર્મના અનુયાયીઓ અને પ્રગતિવાદી માન્યતા ધરાવતા ધર્મમાં માનનારા ત વચ્ચે સંઘર્ષ જામશે. અલાહાબામ (અમેરીકા) જેવા વિસ્તારોમાં હબસીઓનું વધુ વર્ચસ્વ બનતાં તેમની અને અમેરીકન પ્રજા વચ્ચે વૈમનાય વધશે, દક્ષિણ આફ્રિીકા રંગભેદ નીતિ ભયંકર રમખાણ અને ખુનામરકી ફેલાવશે, મુસ્લીમ કામમાં શીયા અને સુન્ની વચ્ચે મેટાં રમખાણે, યહૂદી અને મુસ્લીમ પ્રજાએ વચ્ચે મોટી હોનારત સર્જાશે. ચીન અને રશીયા વચ્ચે સરહદી ઝગડી વધશે, મેકસીકે ચીનમાં ભૂખમરાનું પ્રમાણ દુષ્કાળને કારણે વધશે. રૂશીયામાં પણ સામ્યવાદનું રૂપાંતર થશે. લોકશાહી તત્વ તેમાં વધુ પ્રમાણમાં ઉમેરાતું જશે, પૂર્વ ગોળાર્ધમાં તેનું પ્રભુત્વ વધતું રહીને, ઠેઠ આફ્રીકાના ઊંડાણમાં તે પ્રવેશશે. રૂશીયન પ્રજા અવકાશ ક્ષેત્રે વધુ પ્રગતિ કરશે. આણુશસ્ત્રોના ઉત્પાદન, નિરક્ષણ અને ફેટન કાર્યો માટે બંધને સ્વીકારતું વિશ્વ રાષ્ટ્રનું મંડળ રચાશે. ફ્રાંસમાં મોટું પરિવર્તન થશે. આખું વરસ વારંવાર સત્તાના સત્ર, એક પક્ષથી બીજા પક્ષના હાથમાં જશે, ખુનામરકી વધશે. જનતા ત્રાહી ત્રાહી પિકારશે, જર્મનીના પ્રશ્ન અંગે, એપ્રીલ મે '૬૪ માં સમજુતી થશે, અને રાષ્ટ્રો એકત્ર થશે, તેમાં યુ. તેની સંસ્થાનું તટસ્થળ નિરક્ષક તરીકે નીમાશે. કયુબામાં તેવીજ વ્યવસ્થા થશે. ફાસા માટે અમેરીકાને બહુ સહન કરવું પડશે, પશ્ચિમ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થશે લગભગ બધાં જ મુસ્લીમ રાષ્ટ્રોમાં વિનાશકારી રાજવિપ્લવનાં તત્વે કામે લાગી જશે અને મધ્યપૂર્વ એશીયામાં ગજબનાક વિનાશ વેરાશે. ભુખમરે; અછત, બેકારી અને ગરીબાઈમાંથી આ રાષ્ટ્રોને ઊડતાં સમય લાગશે. ગુ–પ્રવૃત્તિકારક, ઉન્નતિપ્રદ ગ્રહ ગુરૂ, વિ. સં. ૨૦૨૦ અતિચાર ગતિને પામતે હેવાથી એક વરસમાં ત્રણ રાશિમાં ભ્રમણ કરશે, ગુરૂનું આવું ભ્રમણ શાણુ, ડાહ્યા ગણાતાં રાજપુરૂષો, વિદ્વાને, ધર્મના જાણનારા, કાયદાના જાણકારે, અર્થવિભાગના નિષ્ણાતમાં બુદ્ધિ વિપર્યાસ કરે છે. તેમનાં હાથે ન થાય, તેવાં કાર્યો અવિચારીપણે દીર્ધદષ્ટિ વિના થઈ જાય છે. જેથી રાષ્ટ્રને બહુ શોસવું પડે છે, અને આપત્તિમાં મુકાવું પડે છે, ૭૮ વર્ષ પ્રવેશકાળે ગુરુ મીન રાશિમાં વક્રગતિમાં છે. તા. ૫-૧૨-૬૩ ના રોજ તે ભાગી થાય છે, તા, ૧૫-૩-૬૪ ના રોજ મેષ રાશિમાં પ્રવેશે છે, અને સામાન્ય રીતે ગુરુ એક રાશી એક વરસમાં પુરો કરે છે ત્યારે આ વરસે તા. ૧૫-૩-૬૪ ના રોજ મેષ રાશીમાં દાખલ થતે ગુરુ ફકત પાંચ જ મહીનામાં એટલે તા. -૮-૬૪ ના રોજ વૃષભ રાશીમાં દાખલ થાય છે. આ ગુરુને અતિચાર ઈલેંડ, આયલેડ, જર્મની, ડેન્માર્ક, પિલેડ, સીરીયા, પેલેસ્ટાઈન, ફ્રાંસ, ઈટાલી, મેસોપેટેમીયા, રૂમાનીયા, કાલીકેનિયા, કેલેવાકીયા, મુંબઈ રાજય, સ્પેન, ઓસ્ટ્રેલીયા, અરબસ્તાન, હંઝરી, માડાગાસ્કર, મેરેવીયામાં મેટા રાજકીય ફેરફારો, નૂતન સમાજરચના લાવનાર છે, સમાજવાદ સામ્યવાદનું જોર વધશે. રૂઢિચુસ્તનું, ધર્મ–મઝહબમાં ચુસ્તપાલન માનનારાઓનું વર્ચસ્વ ઘટશે, બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ વધશે. ભારતની રાજધાની દિશામાં અને અગિઆરમા ભુવનમાંથી તેમજ ભારત વર્ષની કુંડલીના ૮ મા અને નવમાં ભુવનમાં થતા મેષ-વૃષભ રાશીના જમણને કારણે કોંગ્રેસની સત્તા નિર્બળ થવા માંડશે, તેના હસ્તકે થયેલ અનેક ગેરવ્યવસ્થાઓનાં પ્રદર્શન સ્વતંત્ર પક્ષ બહાર લાવશે, જેમાં મુખ્ય પ્રધાનમંડળની વ્યકિતઓ સંડોવાએલી હોવાના આક્ષેપ જગ જાહેરાત પામશે. સુવણું બંધન ધારામાં મેટો ફેરફાર થશે. નાણુકીય તંત્ર વિષમ બનશે. ફુગાવો આગળ ને આગળ વધતા જશે. તેનું વ્યવસ્થિત આયાત કરવાને માટે છૂટ આપવામાં આવશે. જુનાં ભૂતપૂર્વ રાજાશાહી તો કેટેસી વિરુદ્ધ કામ કરશે. પંચોયત રાજતંત્ર અવ્યવહાર અને પ્રજામાં અંદરોઅંદર ખટરાગ પેદા કરાવનારૂ પુરવાર થશે, અનેક આગેવાનોનાં જાન લેવાનાં કાવત્રાં થશે. સહકારી મંડળ દ્વારા સરકારના કરોડો રૂપિઆની ઘાલમેલ થવાનાં કાવત્રાં છતાં થશે. પૂર્વ દિશાના રાજ્યો બંગાળ, આસામ, બિહાર અરીસામાં સામ્યવાદી વિચાર શ્રેણી વધશે. કલકત્તા તેનું મુખ્ય મથક બનશે. આ રાજ્યના પ્રધાનમંડળે - મધ્યસ્થ સરકારને ચિંતારૂપ બનશે. મોટા ભાગના રાજ્ય મધ્યસ્થ સરકારની નીતિને વિરોધ કરશે, અગર તેમની પ્રવૃત્તિઓ મધ્યસ્થ સરકારની આશાએને અવગણવાનું કાર્ય કરશે.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy