________________
રતિથી વજન વધારે રાખવું. આ ષટણી હીરાને દેવતા ઈન્દ્ર છે. વળી [ ૧૨૭
આ હીરાથી પ્રેમમાં સફળતા મળી શકે છે. અને પ્રેમીનું સંશયનું વાતાવરણ પણું દૂર થઈ જાય છે.
શુક્રના પહાડને ઉદય અંગુઠાનો તદ્દત નજીકમાંથી એટલે કે અંગુઠો જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી શરૂ થાય તે આ શુક્રના ગુણો તીવ્રતાથી જોવા મળે છે. અને જેમ પહાડ વધુ પ્રમાણમાં ઉચે અને ભવ્ય હોય તેમ
વ્યક્તિ જરૂરથી જીવનમાં આગળ વધી શકે છે. પિતાના નેહાળ સ્વભાવથી જીવનમાં વિધ વિધ ક્ષેત્રોમાં પ્રકાશમાં આવી શકે છે. હવે જે આ શુક્રના પહાડ ઉપર નાની નાની રેખાઓથી જાળી જેવું ચિન્હ બનતું હોય તે શુક્રના પહાડના સારા મૂળ ગુણો મારી જાય છે. અને શુનું તેજ હીન થતાં તેનાથી વિકૃત ગણે જોવા મળે છે. જેવાં કે વ્યભિચાર વિષયલોલુપતા વગેરે. અને તેવી વ્યક્તિને નીતિના બંધન હોતાં નથી. ગુજરાતીમાં કહે વત છે કે “જેની આંખમાં કમળ હોય તે પીળું જ છે ' તેવું આવી વ્યક્તિઓ માટે કહી શકાય. અને વિષય વાસના તૃપ્ત કરવાની કોઈ પણ તક ગુમાવતા નથી. હવે જે આ શુક્ર મધ્યમસરને હેય તે શુકના સારા ગુણો જોવા મળશે. અને તેવી વ્યક્તિનું શરીર લેહીથી ભરપુર હોય છે. જ્યારે નબળે શુક્ર વ્યક્તિના આરોગ્ય પર ઘણી માઠી અસર કરે છે. તેમાં જે ઉપરના જેવું જાળીનું ચિહન હેય તે દુર્ગુણેમાં ઓર વધારો થશે. આ ખરાબીમાં બચવા માટે પ્રાચીન સિદ્ધાંત મુજબ રત્ન-મંગે વાપરવાથી શુક્રના અનિષ્ઠ તોમાં સુધારો થવાની શક્યતાઓ રહેલી છે. શુકનું પ્રિય નંગ હીરે છે. આ હીરા જુદા જુદા રંગમાં મળે છે, પણ તેમાં ખાસ કરીને લાલ, તેમજ પીળા રંગનો-સફેદ રંગનો હીરે વિશેષ પ્રમાણમાં વપરાય છે, આવા હીરાને યોગ્ય મુદ્દત પર વિધિ અનુસાર આંગળીએ ધારણ કરવાથી શુક્રના અનિષ્ટ તત્વોની નાબૂદીમાં કંઈક અંશે સહાયભૂત બન્યા વિના રહેશે નહિ, આ હીરે ખાસ કરીને અત્યંત નિર્મળ નક્ષત્ર જેવો તેજસ્વી હોવો જોઈએ. અને કોઈ જગ્યાથી ખંડિત થયેલો ન હે જોઈએ, તેની બેઠક પણ અષ્ટકોણ રાખવી જોઈએ, સવા
શુક્રના વિકાસ પરથી માનવીનું જીવનચિત્ર ઉપસી શકે છે. શુક્રના પ્રભુત્વવાળો માણસ વિશ્વાસુ અને સત્યવાદી હોય છે અને તે ભાગ્યે જ બીજાને છેતરવાની ચાલબાજીને અનુમોદન આપતો હોય છે. તે પિતે બહુ મહેચ્છાવાદી થતું નથી. અને તે હંમેશા પોતાના માટે આનંદ અને સુખની શોધ કરતે રહે છે. બીજાને પણ સુખ આપવાનો પ્રયત્ન કરે છે. શુક્ર વિશિષ્ટ વ્યક્તિ એક સારા મિત્ર તરીકે બીજાઓની સદ્ભાવના મેળવી શકે છે, અને બીજાઓના દુઃખના પ્રસંગોએ સહભાગી થઈ શકે છે સંગીતને પ્રોત્સાહન આપે છે અને તેને જાણકાર પણ બની શકે છે, શુકને વિકાસ સારો થયો હોય તે તે ધંધાકીય રીતે સંગીતકાર બની શકે છે.
શુક વિશિષ્ટ વ્યક્તિ લાંબી માંદગી ભગવતી નથી, અને એવી માંદગી આવતી પણ નથી. અલબત્ત સામાન્ય નાના રોગોથી અ૫શિ સહન કરવાનું રહે છે. ગંભીર માંદગી ભાગ્યે જ આવે છે. જે વ્યક્તિને શુક્ર પહાડ નબળે હોય તે વ્યક્તિનું મગજ બહુ વિકસિત હેતું નથી. શારીરિક રીતે તેની ઉંચાઈ ઓછી હોય છે પણ તંદુરસ્ત શરીર હોય છે. તેના વાળ લાલાશ-ભૂખરા હોય છે, આંખે ફીકકી હોય છે, નાક ઊંચું હોય છે. હાથ જાડા હોય છે.
આમ શુક્રનું માનવ જીવનમાં ઘણું મહત્વ રહેલું છે. જીવનમાં વસં. તને મહેકાવનાર શુક્ર ખરેખર સૌંદર્યમય જીવનને કારક બની રહે છે.