________________
૧૪] રહેશે. મૂડીવાદી અને માલવાળા સાવચેત રહે. ૪-૫ ટકા વટવા કોઈ મોટી વાત નથી.
ચાંદી બજાર:–શુક્લપક્ષમાં તીથીઓ બરાબર છે, જયારે કૃષ્ણપક્ષમાં તીથી ઘટે છે. માસની શરૂઆત ગુરૂવારે અને દ્વિતીયાને ક્ષય હવા સાથે ચંદ્ર દર્શન ૧૫ મુહૂર્તને નક્ષત્રમાં થતુ હોવાથી વધઘટ બે તરફી અને મોટી થશે, સેના બજારની ચાલ કરતાં ચાંદી બજારની ચાલ વિરુદ્ધ રહે છે તેમાં નવાઈ પામવા જેવું નથી. કેમકે માલવાળા એક બજારમાં ન લઈને બીજા બજારમાં દાખલ થશે. ભાવ બંધને તેમની આડે આવતાં તે વગ આવી ચાલે વ્યાપાર કરશે. પૂણમા સુધીમાં જે ચાલ રહેશે, તેથી ઉલટી ચાલ ત્યારબાદ સૂર્ય ગ્રહણ સુધી ચાલશે. અમારું ધ્યાન થી તા. ૧૪ સુધી વધઘટે નરમ રહીને તે ચાલ તા. ૨૫ સુધી ચાલુ રહે. તા ૨૫ થી આખર સુધી વધધ તેજીને ટોન રહે. માલને ઉડાવ વધવાના અને આવક ધટવાના યોગ છે,
રૂ બજાર:–કાપડ બજારમાં સારી ખરીદી અને નિકાસકારોનાં સારાં કામકાજ રૂની ખપત વધારશે. પુરાંતમાં ઘટાડો થવાની ખબરો બહાર આવતાં હાજર માલના ભાવ સારી કડકાઈ બતાવશે, ચંદ્રગ્રહણ પહેલાં મંદીની લાઈન અગર ટુંકા ગાળામાં અથડાતે બજાર, ઉચે આવવા લાગશે. પરદેશી માલ આવવામાં વિલંબ થશે, તા. ૧૩, ૨૦, ૨૩ અને ૨૭ માં એક કરતાં બીજા દિવસે ઉચા પઈટ સર કરતાં જાય છે તેની લાઈન સમજવી અને નીચા પાંઈટ રૂ બજારમાં જોવા મળે તે તેજીની આશા છોડી દેવી, અમારું ધ્યાન સારી તેજીના વાતાવરણનું છે.
બીયાં બજાર-શનિ શતતારા મકર નવમાંસમાં વક્રગતિમાં આવે છે. બીયાં બજારોમાં સારી વધઘટ રહેશે. દરીઆઈ નુર વધવાના યોગ છે. પરદેશના માલની પરીટીમાં ભારતના ભાવે કાંઈક ઉંચા રહેશે, તેથી તેમાં માસની શરૂઆતમાં કામકાજ થઈ ન શકવાથી નિકાસકારોની વેચવાલી રહેશે. અધ શક્ર રાયંતર યોગ ઉદયને અસ્ત દશામાં થતું હોવાથી વધઘટ સારી રહેશે. શરૂથી તા. ૧૩ સુધી બજારની ચાલ અનિશ્ચિત તેજી પ્રધાન રહે. તા. ૧૪ થી તા. ૨૧ તેજી પ્રધાન રહેશે. તા. ૨૨ થી તા. ૨૬ વચ્ચે ઉંચા
મથાળે વાયદાપંચની ધાક ધમકી આવે, તેજીવાળાની નફારૂપી વેચવાલી આવે. તા. ૨૭ થી તા. ૧ સારો સુધારો જણાય, તા. ૧ થી તા. ૩ માં નફારૂપી વેચવાલી આવે. તા. ૪ મી માસની આખર સુધી ફરીથી સારો ઉછાળે આવે. બળ, વનસ્પતિની બનાવટો વિગેરેની સારી ખરીદી બાર્ટર પદ્ધતિથી સ્ટેટ ટ્રેઈડીંગ કારપેરેશન મારફતે યુરોપીઅન રાષ્ટ્રો માટે થશે.
શ્રાવણ માસ : તા. ૮-૮-૬૪ થી તા. ૬-૯-૬૪ પાંચ શનિ-રવિવારો માસ છે. ચંદ્રદર્શન રવિવારૂં બીજનું પૂર્વાફાશુની નક્ષત્રમાં તા. ૮-૮-૬૪ ના રોજ થાય છે. આ નક્ષત્ર શુકના અધિકારનું મૂળ વસ્તુઓનું, ૩૦ મુતાનું અગ્નિ તત્વનું અગ્નિ કાણુના ભૂભાગ પર અસર કરનાર છે. આ પ્રદેશોમાં બંગાળ, આસામ, ઓરીસા, બિહાર, મણીપુર અને ત્રિપુરા સ્ટેટ અને નફા વિસ્તારોને સમાવેશ થાય છે લુટે અને હર્ષલ આ નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યા છે. ભારત સરકારને ચિંતા ઉપજાવનારો આ સમય છે. કેમકે શનિ વક્રગતિથી આ બંને ગ્રહો પર દષ્ટિ કરી રહેલ છે. પ્રથમ સપ્તાહ ચિંતાજનક બનશે. શુકલ પક્ષમાં દ્વાદશીની વૃદ્ધિ છે. રવિવારી પુમા શતતારા નક્ષત્રમાં સંપન્ન થાય છે, ત્યારે ચંદ્ર શનિ યુક્ત હોવાથી પૂર્ણમા આસપાસ અતિવૃષ્ટિથી રેલસંકટ, વાહન વ્યવહારને નુકશાન દક્ષિણેત્તર ભૂભાગોમાં અનુભવાશે. પંચક આજ પક્ષમાં તા. ૨૨ ની રાત્રે શનિવારે સાંજે ૧૦-૧૩ વાગે શરૂ થઈને, ગુરૂવાર તા. ર૭ બપોર ૧૧-૧૫ વાગે ઉતરે છે. કૃષ્ણ પક્ષની શરૂઆત સેમવારે શતતારાથી થાય છે. વદી છઠ્ઠનો ક્ષય છે. અમાવાસ્યા રવિવારી પૂર્વાફાલ્યુની નક્ષત્રમાં સંપન્નમાં થતી હોઈ સુટ, હલથી યુક્ત, શનિથી પ્રતિયુગમાં અને ગુરૂના કેન્દ્રમાં છે.
ગ્રહચાર --સુર્ય મધા નક્ષત્ર અને સિંહ રાશિમાં તા. ૧૬ રવિવારે ૧૦-૪૪ વાગે દાખલ થાય છે. ત્યારે શ્રાવણ સુદી ૯ અનુરાધા નક્ષત્ર, એન્દ્રોગ, બાલવકરણ સંપન્ન થાય છે. તા. ૧૯ બુધ સીહ રાશિમાં વક ગતિમાં આવે છે અને પુર્ણીમાને રાજ અસ્ત થાય છે. સૂર્ય પુર્વા ફાગની નક્ષત્રમાં તા. ૩૦ રવિવારે સવારે ૬-૪૭ વાગે દાખલ થાય છે, તે વખતે ચંદ્ર સૂર્યથી દશમા સ્થાનમાં ગુરૂથી યુક્ત છે. તા. ૧-૯-૬૪ શુક કક રાશિમાં રાત્રે ૮-૦૦ વાગે પ્રવેશે છે. તા. ૪ મંગળ ૫ણું કર્ક રાશિમાં સાંજે –૫૩ વાગે પ્રવેશે છે.