SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ બેસી રહેલાઓની મેટી વેચવાલી પછી તા. ૫-૬માં ફરી વધશે. તા. - ૮-૯ ફરીથી મંદીવાળાને સારો લાભ અપાવશે. તા. ૧-૧૧માં વલણ ફરે તેમ છે. બીયાં બે તરફથી નિકાશજકાત માટે મેટો ઉહાપોહ થશે અને તેનું પ્રતિનિધિમંડળ નાણપ્રધાન, અને વડાપ્રધાનને મળતાં. હવે તેના પરિણામે જણૂાવા લાગતાં, ખરીદી નીચા મથાળે આવશે, અને વેચવાલી અટકી જશે. ચાંદી-સેનાં બજાર:- સેના ચાંદી બજારો અને તેના ભાવ માટે ફાગુન માસ ફેરફારવાળા નીવડશે. જે દીવાળીની લેકસભાની બેઠકમાં સરકારે આ બજારમાં વ્યાપાર-વાયદાને ચાલુ કરવા માટે છુટ નહિ આપી દીધી હોય, તે આ માસમાં છુટ આપવાની બંધને સહિત, હરેક શક્યતા રહેલી છે, એવું ગ્રહસ્થન મળે છે. ઉદ્યોગ માટે જોઈતું તેનું અને ચાંદી લાવવાને માટે આયાત પરમીટ આપવાની ઉદાર વૃત્તિ સરકારમાં જન્મ લેશે. આ પરિસ્થિતિમાં વાયદા વ્યાપાર શરૂ નહિ થયો હોય તે ખાનગીમાં ચાંદી સેનાના ભાવે નરમ બેલાશે. ધનીષ્ઠાને તુલા નવમાંશને શનિ ભારત સરકારની આર્થીક અને વ્યાપાર વાણિજય નીતિમાં ધરખમ ફેરફાર લાવનાર અમને જણાય છે. પૂર્ણીમા પછીથી સોનાચાંદીના ભાવમાં એક સારૂં મંદીનું રાળું આવી જવાની અમારી માન્યતા છે. માટે તાજા સમાચારોથી વાકેફ રહેવું. અધિક ચૈત્ર માસ : તા. ૧૫-૩-૬૪ થી તા. ૧૨-૪-૬૪ જ્યોતિષશાસ્ત્રની પદ્ધતિ અનુસાર શબ્દની શરૂઆત ચાંદ્ર ચૈત્ર માસની શુકલપક્ષની પ્રતિપદાથી થઈને અંત ફાગુન ચાંદ માસની અમાવાસ્યાએ થાય છે. વરસની શરૂઆતમાં જ પ્રથમ દિવસ પ્રતિપદાને ક્ષય છે. શનિવારે વર્ષની શરૂઆત હોઈ ચંદ્રદર્શન દિતીયા રવિવારૂં રેવા નક્ષત્રમાં થાય છે. પૂર્ણીમા શનિવારી હરત નક્ષત્રમાં સંપન્ન થાય છે. બીજા પક્ષની શરૂઆત રવિવારે–ચીત્રા નક્ષત્રમાં થતી હેઇ, અમાવાસ્યા રવિવારે રેવતિ નક્ષત્રમાં સંપન્ન થાય છે. બજારૂં ચાલ જે ચૈત્ર સુદી બીજને દિવસે, તે જ આ માસ ચાલશે, એમ સ્પષ્ટ દેખાય છે, પાંચ રવિવારે માસ છે. તા. ૧૨-૩-૪ બુધવારે રાત્રે ૨-૩૦ વાગે પંચક બેસીને તા. ૧૬-૩- સેમવારે સવારે ૯-૫૭ વાગે ઉતરે છે. બીજુ પંચક તા. ૮-૪-૬૪ બુધવારે બરે ૧૨-૯ વાગે બેસી, તા. ૧૨-૪-૬૪ રવિવારે રાત્રે વાગે ઉતરે છે. ગ્રહાચાર:-તા. ૧૭--૬૪ સૂર્ય, ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં દાખલ [ ૧૦૭ થાય છે, ત્યારે સૂર્યથી બીજે ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય ઉત્તરગાળ પ્રવેશ શુક્રવાર તા. ૨૦ સાંજે -૪૨ વાગે છે. મંગળ મીન રાશિમાં તા. ૨૧ મીની રાત્રે ૪-૩૬ વાગે દાખલ થાય છે. અતિચારગતિવાન બુધને ઉદય તા. ૨૫ મીએ થાય છે. તા. ૨૮ શુક્ર વૃષભ રાશિમાં રાત્રે ૧૦-૫૮ વાગે, અને બુધ મેષ રાશિમાં પ્રવેશ તા. ૨૯ રાત્રે ૫-૧૬ વાગે છે. સૂર્ય રેવતિમાં તા. ૩૦ રાત્રે ૧૦-૩૩ વાગે થાય છે. ત્યારે ચંદ્ર અને સ્વાતિ નક્ષત્રમાં છે, ગુરૂ અતિચાર ગતિવાન મેષ રાશિમાં તા. ૧૧--૬૪ના રોજ અસ્ત થાય છે. નવમાંશ ભ્રમણ -વર્ષારંભે જ ગુરૂ મેષ રાશીના અશ્વિની નક્ષત્રમાં પ્રથમ ચરણે તા. ૧૫-૩-૬૪ રાત્રે ૨-૩૧ વાગે પ્રવેશ કરે છે. આ શકાદમાં ગુરૂની ગતિ અપ્રતિમ છે. એક શાબ્દમાં ગુરૂ ત્રણ રાશિને સ્પર્શ કરશે. અને તે પણ અતિચારગતિ દ્વારા. આ ગુરૂની પર સ્વગૃહી શનિની પુર્ણ દ્રષ્ટિ પડે છે. વરસ બેસતાંજ પ્રથમ સ્તંભરૂપ તિથીને ક્ષય, અધિકમાસની પ્રવૃત્તિઃ શનિ રાહુને નવપંચમ યુગ, વિશ્વ માટે મેંઘારત અને જનતા માટે આપત્તિકારક કાળ આવવાની સૂચના આપે છે. તા. ૨૪ શનિ શતતારા નક્ષત્રના પ્રથમ ધન નવમાંશમાં તા. ૨૪ બપોરે ૨-૯ વાગે દાખલ થાય છે. તા. ૨૯ રાહુ મિથુનરાશિગત આર્કા નક્ષત્રના બીજા મકર નવમાંશમાં અને કેતુ ધન રાશિગત મૂળ નક્ષત્રના કર્મ નવમાંશમાં દાખલ થાય છે. આજ તારીખે ગુરૂ અશ્વિની નક્ષત્રના બીજા વૃષભ નવમાંશમાં બપોરે ૧-૨૨ થી અતિચારગતિમાં પ્રવેશે છે. તા. ૩૧ વક્રી હર્ષલ સીંહ રાશિગત બધા નક્ષત્રના ક નવમાંશમાં રાત્રે ૧૦-૧૦ વાગે પ્રવેશે છે. તા. ૧૨ ગુરૂ અશ્વિની નક્ષત્રના ત્રીજા મિથુન નવમાંશમાં બપોરે ૨-૨૩ વાગે દાખલ થાય છે. આકાશ વાદળાંથી છવાએલ રહેશે, છતાં વરસાદ નહિ પડે. અને ઉકળાટ જણાશે, રોગચાળો ફાટી નીકળે. પ્રજા વગર અને શાસનકાર તરફથી અસંતેષ રહે. જ્યાં ત્યાં પંચાયનુ રાજના છબરડા જણાય. વસંતરૂતુના શાકભાજી, વનસ્પતિને પાક બરાબર ન ઉતરે. સોના ચાંદી અને ઝવેરાતમાં મૂલ્યવૃદ્ધિ જણાય. ૨ કપાસના બજારમાં બેતરફી વધઘટ પાકના અંદાજે અને વાયદાના અંતે ડીલીવરીમાં આવનારા ટેન્ડરને કારણે થાય. અનાજની
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy