SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૨૦૧૬ માં બજારની લાંબી વધઘટની આગાહી લેખકઃ જાતિષ વિશારદ હરિશંકર રામશંકર વ્યાસ (સરેડાવાલા) . શાહપુર, ગોઝારીયા પોળ, અમદાવાદસંવત ૨૦૧૫ ના શ્રાવણ માસ એટલે ઓગસ્ટ માસમાં કોટન, તેલ, બીયાંની જનરલ લાઈન બે બાજુની વધધ. મંદીની રહેશે. તા. ૫ સપ્ટેમ્બરથી તા. ૨૧ સપ્ટેમ્બર સુધીમાં વધઘટે તેજી રહેશે. આ તેમાં વેચનારને આગળ ઉપર સારો લાભ મળશે. તા. ૧૨ નવેમ્બરથી તેજી થશે તે તા. ૨૫ નવેંબર સુધી રહેશે. તા. ૪થી ડીસેમ્બરથી ધીમે ધીમે દરેક બજારમાં વધઘટે તેજી થશે. એટલે જે કાંઈ ધટાડે આવે તેમાં લઈને વેચવાની લાઈન રાખવી. ઈ. સ. ૧૯૬૦ ના તા. ૨૩ જાનેવારી આસપાસમાં એક સારે ઉછાળે આવીને ફરી પાછી મંદીની શરૂઆત થશે. તેમાં વચમાં ઉછાળા આવ્યા કરશે. પણ તે ટકશે નહિ. તા. ૨૭ ફેબ્રુઆરીથી બન્ને બાજુ બજાર અથડાતાં ધીમે ધીમે તેજીને સંચાર થતે જશે. અહીં આગળથી કેટન, તેલ, બીયામાં, કરીયાણુ, અનાજ, કાપડ, સુતર વિગેરે તમામ બજારમાં નવા નવા ઉંચા ભાવ બતાવશે. અને વેચાણવાળાઓને કાપવું પડશે. તા. ૨૯ મે થી બજારમાં મંદી થશે. અને તા. ૨૦ જુનથી ફરી પાછી તેજી થશે. આ તેજીમાં તા. ૯ જુલાઈ આસપાસમાં ફરી એક સારો મંદીનો ઝોક આવીને ફરી તેજી ચાલુ જ રહેશે. તે તા. ૨૮ જુલાઈ સુધી રહેશે. પછીથી તા. ૧૫ ઓગસ્ટ આસપાસમાં ઝોક લાવાને તા. ૨૭ ઓગસ્ટથી તેજી થશે. અહીં પાછો તરો (છેવટને ) વરસાદથી નુકસાન થયાના સમાચારોથી તેજી ચાલશે. તે આખો સપ્ટેમ્બર માસ તેજી રહેશે. ઉપરની જનરલ લાઈન, બતાવેલી તારીખની આસપાસની બે ત્રણ તારીખેથી શરૂ થશે એટલે બજાર જોઈ મળતે નફો લઈ લેવો. સીંગદાણું અને એરંડાની લાઈન સાધારણ જુદી પડશે પણ જનરલમાં બરાબર આવી જશે. છતાં ફરીથી જુદી તારવીને રજુ કરીશું, શેર બજાર-. સ. ૧૯૫૯ ના શેર બજારની ચાલુ લાઈન તા. ૨૫ જુલાઈથી ધીમે ધીમે મંદીમાં જશે. તા. ૧૬ ઓગસ્ટ પછીથી ધીમે ધીમે તેજી થવા માંડશે. અને સ્ટીલના ભાવ વધારવાની અથવા ઉદ્યોગને સંરક્ષણ આપવાની સરકારી જાહેરાતની અફવાઓથી તા. ૧૨ સપ્ટેમ્બર સુધી તેજી રહેશે. પછી થોડે ઘટાડે આવીને તા. ૨૫ સપ્ટેમ્બર પછી મંદી થશે. આ વેચાણને તા. ૨૬ અકબર આસપાસમાં કવર (બરાબર) કરવું. નબરમાં બે બાજુ અથડાઈ તા. ૨૪ નવેમ્બરથી ફરી તેજી થશે. અને તા. ૬ જાનેવારી ૧૯૬૦ આસપાસમાં અથડાઈ મંદીની શરૂઆત થશે. તા. ૭ માર્ચથી તેજી થશે. તે તા. ૧૭ એપ્રીલ સુધી રહેશે. પછીથી મંદીની શરૂઆત થશે. આ મંદી બે બાજુની વધઘટમાં અથડાઇ તા. ૨૬મી મે સુધી રહેશે. તા. ૬ જુન આસપાસમાં એક તેજીને ઉછાળો આવીને કરી મંદી થશે. અને તા. ૨૮ જુલાઈ આસપાસમાં કરી ઉછાળે આવીને સારી મંદી થશે. આમ વધઘટે મંદીની અસર તા. ૧૪ સપ્ટેમ્બર સુધી રહેશે. પછીથી તેજી થશે. સેના-ચાંદી-ઈ. સ. ૧૯૫૯ની ચાલુ લાઈન તા. ૫ ઓગસ્ટથી તેજી થશે. ને તા. ૧૫ સપ્ટેમ્બર પછીથી સારી મંદી થશે. તા. ૨૭અકબરથી ધીમે ધીમે તેજી થશે તે ઈ. સ. ૧૯૬૦ ના જાનેવારી તા. ૧૨ સુધી રહેશે. પછીથી સારી મંદી થશે તે તા. ૬ માર્ચ સુધી રહેશે. પછીથી તેજી થશે. અને તા. ૧૫ એપ્રીલ આસપાસમાં એક સારો ઉછાળો આવીને ફરી મંદી થશે. તા. ૩૦ એપ્રીલથી તેજી થશે તે તા. ૨૦ જુન સુધી રહેશે. પછીથી જુલાઈમાં મંદી થઈને તેની શરૂઆત થશે. તે અકબર સુધી રહેશે. ટપાલ ખાતાની ટુંકી માહીતી સ્થાનિક-(એકજ ગામમાં) પોસ્ટ કાર્ડ ૩ નયા પૈસા, રિલાય કાર્ડ ૬ નયા પૈસા. પિસ્ટ કાર્ડ-૫ નયા પૈસા, રીપ્લાઈ પિસ્ટ કાંડ ૧૦ નયા પૈસા, લેટર કાર્ડ ૧૦ નયા પૈસા. પરબીડીયા-(કવર) એક તેલા સુધી ૧૫ નયા પૈસા, વધારાના દરેક તેલ માટે ૬ નયા પૈસા. (અનુસંધાન પા. ૮૨ મે)
SR No.546325
Book TitleMahendra Jain Panchang 1959 1960
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1960
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy