SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ આ તેજીમાં મંગલ પ્રહને સાથ મળશે. કાર મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. અને રાહુ જે કન્યા રાશિમાં બેઠે છે. તેનાથી ટ્રાયન પેગ બનશે. અને બજારમાં વધુ તેજી આવશે. આ તેજીની પ્રથમ અસર એરંડા ઉપર પડશે. કપાસીયા, ૨, શેરમાં એરંડાના મુકાબલામાં ઓછી તેજી આવશે તે પણ તમામ બજારમાં આની અસર પડયા વિના નરિ રહે. આ તેજીની સ્પેશિયલ લાઈન છે. અમે વેપારીઓને વિનંતી કરીએ છીએ કે આ તેજીને જરૂર લાભ ઉઠાવે. આ તેજી ઉત્તમ-મધ્યમ, તા. ૭ મે ૧૯૬૦ સુધી ચાલશે. અને પછી તેજીની લાઈન સમાપ્ત થઈને મંદીની લાઈન શરૂ થશે. આ તેજી એક વિશાળ લાંબા સમયની) તા. ૧૦ ફેબ્રુઆરીથી તા. ૭ મે સુધી–ત્રણ મહિનાની તેજીની લાઈન છે. આમાં એરંડા ૨૦ ટકા, કપાસીયા ૧૧, શેર એારડીનરી ૨૦, વીઆ તેજી આવવા સંભવ છે, (અનુસંધાન પાન ૭૭ થી) નક્ષત્રને શની તેલ વાયદામાં તેજી કરે છે એમ સમજવું જોઈએ. કેમકે આ સમયમાં આ શની કન્યા, તુલા અને વૃશ્ચિકના નવાંશ સમાપ્ત કરશે. તેથી શનીને વિશેષ પ્રભાવ આ વર્ષે દરેક બજારમાં તેજી કરશે એમ જાણૂવું. તા. ૨૭ એપ્રીલના દિવસે શની આ નક્ષત્ર ઉપર વક્રી થશે. તે વખતે શની હસ્ત નક્ષત્રને વધ કરશે. આ યંગ વિશેષ તેજી કારક છે. ગુર-ગુરૂ ગ્રહ ૫ણુ આ વર્ષે ધન રાશિમાં જ રહેશે. વર્ષના આરંભમાં ગુરૂ વશ્ચિક રાશિના છેલ્લા નવશમાં રહેલ છે. અને તા. ૨૨૧-૬૦ ના દિવસે ગુરૂ ધન રાશિ તથા મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે. મૂલ નક્ષત્રના ગદરેક બજારમાં મંદી લાવે છે, તેથી તા ૨૨-૧-૧૦ થી થડી મંદીને વેપાર કરવો જોઇએ. આ વખતે કપાસીયા વધુ ઘટશે. ૨ ૫ણુ ઘટશે. એરંડા, શેર પણ થોડા ઘટશે. તેથી તેની અસર તો બધા બજાર ઉપર રહેશે. ગુરૂ આ વર્ષમાં મંદીમાં જ રહેશે. અને સમય સમય ઉપર તેજીના જુસ્સાને ઓછો કરશે.. રાહુને પ્રહ આ વર્ષે કન્યા રાશિ તથા ઉત્તરા ફાગુની નક્ષત્રથી 0 ૫સાર થશે. તેની અસર તેયાર અનાજને નુકસાન પહોંચાડશે. અને બજારમાં તેજી લાવશે. મંગલ-મહ આ ગ્રહોને કે આપે છે. વર્ષના આરંભમાં મંગળ ધન રાશિમાં ચાલશે. તેથી આ શની મંગળને વેગ ધન રાશિમાં બનશે. તા. ૨૨-૧-૧૦ ના દિવસે જ્યારે ગુરૂ પશુ એ જ રાશિમાં આવશે ત્યારે ત્રણે પ્રહ (શની-મુ–મંગલ) ધન રાશિમાં એકઠા થશે, અમારૂં માનવું એવું છે કે આ ત્રણે ગ્રહો જાનેવારી મહિનામાં રાહુની સાથે વેર ચોગ (૧૨) કરશે. તેથી એક ઝડપી મંદી બધા બજારમાં આવશે અને તા. ૧૯ ફેબ્રુઆરી જ્યારે નેટુન ગ્રહ વાતિ નક્ષત્રમાં વક્રી થશે. ત્યારે બજારની મંદો સંપૂર્ણ થશે. અને બજારમાં તેજી આવશે. તેથી દરેક વેપારી મિત્રોને અમારે આગ્રહ છે કે તેઓ તા. ૧૦ ફેબ્રુઆરી પહેલાં તો વેપાર શરૂ કરી દે. તથા બજારમાં તેજીનો જુસ્સો વધે તે સમયે તેજીનો વેપાર વધારે. આ તેજીના પ્રસંગમાં વધઘટના પ્રસંગો પણ આવશે. તોપણ ભાવ ઉંચા રહેશે. એટલા માટે ખરીદીને વેચવું તે બાબત ધ્યાન રાખવી. જા* તા. ૭ મે ૧૯૬૦ ના દિવસે મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. અને તે કેતુની સાથે યુતિ કરશે. તથા ગુરૂ અને શનીથી શ્કવાયર યોગ બનાવશે. એટલે બજારમાં મંદીની લાઈન શરૂ થશે. આ મંદી તા. ૨૮૬-૧૦ સુધી ચાલશે. અને પછી મંગલ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. અહીં તે મંગલને સુર્ય–શની-ગુરૂની મદદ મળશે. અને બજારોમાં ફરીથી તેજીનું વાતાવરણું શરૂ થશે. આ તેજી ઉત્તમ-મધ્યમ તા. ૨૮-૮-૬૦ સુધી ચાલશે. અને તમામ બજારોમાં તેજીનું વાતાવરણ રહેશે. તેને વાયદો અહીં ઉંચામાં ઉચો થશે. તા, ૨૮ ઓગસ્ટથી બજારો બને તરફ રસાકસીમાં ચાલશે. તા. ૧૯ સપ્ટેમ્બર સુધી આ પ્રમાણે રહેશે. અને ફરી તા. ૨૦ સપ્ટેમ્બરથી ગ્રહને ઝાંક (વલણુ) તેજી તરફ રહેશે. જે વર્ષના આખર સુધી ઉત્તમ મધ્યમ રીતે ચાલશે. બજારમાં તેજીનું કેન્દ્ર રહેશે. અને બજાર મંદીના રીએકશન પણ લેશે. તેથી તમને તેજીની લાઈનને વેપાર અનુકુળ રહેશે.
SR No.546325
Book TitleMahendra Jain Panchang 1959 1960
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1960
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy