________________
૩૮
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા.
કામધેનુ ધરા દુછ રસ, જીવન જગ વરસાવતી, પ્રજા રૂપી જીવન તણું, પોષણ કરે શક્તિ રતી; છે નારી વાચક નામ એ, સો જગત રક્ષણમાં રહ્યાં, સતિઓ સંભારે સ્નેહથી, સ્વધર્મમાં સંકટ સહ્યાં.
અર્પવા સ્વપ્રાણ છેક નથી કદી ડર્યો, એ ગુણવતી ગોરીનાં નામ-અમર થઈ . ધન્ય એ મંત્રીણી આજ,
ધન્ય એ સચિવ આજ–સુણજે. અન્યાયને નહિ ભાસ જ્યાં, રક્ષણ કર્યું રહી લાજમાં, ગૃહ તંત્ર તેણે સ્વર્ગ નંદન, કર્યું પરમ સુખ સાજમાં સંતાન સર્વ કુટુંબમાં, પ્રેમાંશનું અમૃત ઝર્યું,
દુઃખ કાપીને સુખ આપીને, ગાળે જીવન શાંતિ ભર્યું. સંભાળવા સુમંત્રીઓ, કર મહા પ્રયાસ, રક્ષવી પ્રજાને ખાસ–સુણજે.
ગાયન પૂરું થતાં સત્કારિણી સભાની મંત્રી બહેન જ્યાલક્ષમી ઉઠ્યાં અને પિતાનું ભાષણ વાંચવું શરૂ કર્યું.
મારી હાલી બહેને, તમે બહેને આજે આપણા (ગ્રહ) સ્વરાજ્યની સ્થાપના કરવાને દૂર દૂરથી અનેક પરિસહ સહન કરી અત્રે પધારેલાં છે. જેથી તમને થએલા શ્રમ માટે ક્ષમા માગી તમે હેનને આવકાર આપતાં મને બહુ આનંદ થાય છે. બહેને, આપણે આંગણે કઈ પણ મહેમાન આવી ઘરને પવિત્ર કરે એ આપણું અહોભાગ્યની નિશાની છે, તેમની સ્વાગતમાં સર્વ સામગ્રી હાજર રાખી તેમને સંતોષવા, તેમાંજ આપણું કલ્યાણ છે. સ્ત્રીઓ ઝડલમી છે. ઘરનં નર, કળની શોભા, કુટુંબની ચઢતી અને સંસારનું સૌભાગ્ય એ સ્ત્રીના સત્કારધર્મમાં જ છે. મતલબ કે અતિથિવાત્સલ્ય એ આપણે મુખ્ય ધર્મ છે, કે જે પ્રથમ કર્તવ્ય રૂપ આપ હેનની સેવા ઉઠાવવાને શુભ અવસર મને પ્રાપ્ત થયા છે, તે માટે હું મારું અહોભાગ્ય સમજું છું.
બહેને, આપણું કામ પુરૂષ સહચરીનું છે, આપણે સંસારગમન રથના ભાગીદાર-વાહક છીએ. જગના પૂજ્ય પુરૂષાએ આપણુ વર્ગની મહત્તા વિચારી આપણું સ્થાન પોતાથી પણ આગળ મુકેલ છે અને લોકે તેમને સ્મરતાં પણ આ પણું હક્કને વિસરી જતા નથી. હે, તમે સાંભળ્યું હશે કે રામને સંભારનાર સિતારામ કહે છે. કૃષ્ણને સ્મરનાર રાધાકૃષ્ણ કહે છે, અરે! ચાલુ વાતચિતમાં દરેક વખતે માત પિતાના કર્તવ્યની તુલામાં કેઈને મુકતાં તેને “મા બાપ” એ સંબોધન વાપરતાં પ્રથમ “મા”નેજ અગ્રપદ આપવામાં આવે છે, એ શું આપણું ગેરવ દર્શાવવા પુરતું નથી ? પરંતુ હે ! આવા હક માતા સિતા અને માતા રાધાને કેવી