________________ 36 સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા 8 ગૃહ-સ્વરાજય. 4 (લેખિકા–સે. પ્રભાકુંવર પ્રાણશંકર.) સ્ત્રીપરિષદને કાલ્પનિક દશ્ય. અલકા નગરીમાં આજે મહિલામંડળની એક સભા મળવાની હતી, જેમાં ભાગ લેવાને દેશ પરદેશથી સુશિક્ષિત, સ્ત્રીધર્મ પારાંગત, તેમજ અભ્યાસી સ્ત્રીવર્ગની મોટી સંખ્યા એકત્ર મળી હતી. પરિષદ માટે ખાસ મંડપ ઉભું કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રાંતવાર બેઠક ગોઠવી સામે સ્ત્રીઓ ભિન્ન ભિન્ન પ્રકારે ગ્રહ-તંત્ર ચલાવતી હોય, તેવાં દશ્ય ચિત્ર ટાંગવામાં આવ્યાં હતાં, તેમજ “સતીધર્મ પતિ સેવા” “શિયળ એ સર્વોત્તમ ભૂષણ છે.” “ઘરની શોભા ઘરવાળી” વગેરે આરકાંઓ લટકાવી દીધાં હતાં. આજે સ્ત્રીઓમાં ઉત્સાહ અસાધારણ ફેલાયો હતો. મ 22 કરેલા વખત અગાઉ સ્ત્રીઓનાં ટેળાં મંડપ તરફ આવવા લાગ્યાં. કેઈએ નાનાં બાળકને કેડે ઉપાડી લીધાં હતાં. કઈ ગાડીમાં આવી હતી, કેઈએ સાદાં પણ બંધબેસતાં સ્વચ્છ કપડાં પહેરી આવવું પસંદ કર્યું હતું, જ્યારે કેટલીએકે માથાના બાલ વિવિધ રીતે ગુંથી સેંથામાં કંકુ પૂરી શણગાર સજ્યા હતા. કેટલીક સખીઓ માર્ગમાં માહમાંહે તાળીઓ ઝીલતી વાત કરતી હતી કે, “હેન, આપણે સ્વરાજ્ય સ્થાપીશું, પછી તું તારા પતિને ક્યા હોદ્દાની નેકરી આપીશ?” બીજીએ જવાબ આ મેંઘી હેન, તમે તે ગાંડાં જ મટ્યાં નહિ, તમે તમારા સ્વામીને મેંઘાં તેથી બધે તેવું જ જતાં હશે?' આવી રીતે વિવિધ ચર્ચા ચાલી રહી હતી. કેઈ ગૃહસ્વરાજ્યને અર્થ પૂછતી, ત્યારે કઈ પૂછતી કે “આજ સભામાં માલ મિષ્ટાન કે કહાણી-ઈનામ કંઈ થશે કે ખાલી વાતો જ થવાની છે?” દરવાજામાં ટેળાં પેસતાં જ તેને સ્વયસેવિકા-બાલિકાઓ એગ્ય નિર્ણય કરેલા સ્થાને લઈ જતી હતી. બરાબર વખતસર પ્રમુખ પ્લેન વિઘાગારીની ગાડી આવી પહોંચી, તેઓ મંડપમાં પેસતાં ઉભાં થઈ એ ઓવારણા લીધાં, ઘણુંએએ તાળીઓ પાડી હર્ષ જાહેર કર્યો. અને તુર્ત વાજીંત્રને નાદ શરૂ થતાં બાળાઓએ સૂર ઉમેર્યો:–