________________
૬૪
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા.
ગર્ભ અને પ્રસવકાળ.
-
-
(લે. ઝબક બ્લેન વ્રજપાળ કપાસી, સ્ત્રી છે શિક્ષક જૈન કન્યાશાળા-અમદાવાદ.) )
હેનો ! ધ્યાનમાં રાખજો કે, દરેક આર્ય મહિલાઓએ ઘરગતુ સાધારણુ વૈદુ તે જાણવાની ખાસ અગત્ય છે. કે જેથી પોતાની, યા પોતાના બચ્ચાંની, યા કુટુંબી વર્ગની સાધારણ માંદગી પ્રસંગે તે
બહુ ફળદાયક નિવડે છે. માતા એ ગર્ભકાળથી રી, નહી થ = બાળકના માસ્તર અને ડાક્તર પણ છે, માટે પ્રસવ સમયે ગર્ભ કેટલી મુદતનો થઈને જપે, તે જાણવાથી બાળકની તન્દુરસ્તી, તથા આયુષ્યબળનો નિર્ણય થઈ શકે છે. અને નિર્ણય પરથી એમ માલમ પડે કે, બાળક અધુરા દિવસે અવતર્યું છે, તેના માટે વિશેષ સંભાળથી તેનું રક્ષણ કરવા માટે ગર્ભાધાનનો દિવસ નક્કી કરવાની જરૂર છે. પણ ઘણીક સ્ત્રીઓને ગર્ભ રહ્યાની ખબર પડતી નથી. હતુના દેખાવા અને બંધ પડવા ઉપરથી આ વાતનો નિર્ણય થાય છે. પણ ઘણી વખત ઋતુ ઉપર કાંઇ આધાર રહેતો નથી. વળી ઋતુ આવી ગયા પછી કેટલા દિવસે ગર્ભ રહ્યા તેને પણ હાલના અનિયમિત આચરણાને લીધે નિર્ણય કરવો કઠણ થઈ પડે છે.
પૂર્વ કાળના લકે ત્રડતુગામી એટલે દર માસ તુ આવી ગયા પછી અમુક એક શુભ દિવસે સ્ત્રીને હતુદાન દેવાવાળા હતા. અને તે પુરૂષાથી પુરૂષ ઈચ્છા પ્રમાણે સંતતિ ઉત્પન્ન કરી શકતા હતા. આવા નિયમિત વ્યવહારમાં ગર્ભધાનનો દિવસ સહેલથી નક્કી થઈ શકતા. પણ હાલ તે માટે કાંઈ નિયમ જ રહ્યો નથી. એવા લંપટ અને વિષયવાસનાના આ સમયમાં ગર્ભાધાનને દિવસ નક્કી કરવાનું કામ ઘણું કઠણ થઇ પડયું છે. થોડીજ વિચક્ષણ સ્ત્રીઓને ગર્ભ રહ્યાનાં ચિન્હા