________________
- પાપનું પ્રાયશ્ચિત.
સેવા ચાકરી કરવી તેજ છે. હું માનું છું કે તું પણ આ વાત કબુલ કરશે.” “હેન
હારા આવા ગુણે જોઈ હું અતિ પ્રસન્ન થાઉં છું. ખરેખર તે હારી કુખને દિ- પાવી છે.”
બુદ્દાને સ્વભાવ ચીડીઓ અને ઝેરીલે થઈ ગયે હતે. જરા વાર પણ રંભાને પોતાની પાસેથી ખસવા દેતો નહિ. ઘરની બહાર કોઈ કાળે જાય તો શંકાની નજરે. જુએ અને અયોગ્ય વાચબાણથી રંભાના હદયને શંકાકુલ બનાવતા. જો કે રંભાપતિ પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખતી, પણ બુઢ તેને બાહ્ય આડંબર માની રંભાને પજવતો.' આ છેડ્યા અઠવાડીયામાં ભાગ્યચંદ શેઠની તબીયત તદ્દન સુધરવા આવી છે, શરીરમાં પૂર્વવત્ લેહી પણ આવી ગયું છે. આજે રંભા સાવિત્રી સાથે વાર્તાલાપમાં રેકાવાથી અમુક સમય વીતી ગયા પછી શેઠને પોતાની માતા આવવાની ખબર આપવા અને આજ્ઞા ઉઠાવવા આવી. પરંતુ કંઈ પણ ન પૂછતાં શેઠે લાકડીના બે ચાર પ્રહાર કર્યા. આ દુ:ખ તેનાથી સહન ન કરી શકાયું, તેના પતિના મર્મવચને તેને બહુજ દુઃખ દીધું અને તેજ વચને તેને આ ફાની દુનિયાને ત્યાગ કરવા સૂચવ્યું.
- અધ રાત્રિ વીતી ગઈ છે, સર્વ શાંત નિદ્રામાં પડી ગયાં છે, તે વખતે રંભાએ પાસેના નજીકના કુવામાં પડતું મુક્યું. આસપાસના લોકો ભેગા થઇ ગયા, હાહાકાર થઈ રહ્યો. શેઠ તથા રંભાની માતા પણ જાગ્યાં, ઘરમાં તપાસતાં રંભા નજરે ન પડવાથી શંકા પડી અને બંને કૂવા પાસે આવ્યાં. પોલીસ આવી પહોંચી, રંભાને બહાર કાઢ્યા પછી કંઈ જીવ હોય તેમ જણાયું નહિ. ડેાકટરને બોલાવવામાં આવ્યું. ઉપચારે ઘણું કર્યા, પરંતુ રંભાને અમર આત્મા વૃદ્ધવિવાહના દુઃખથી કંટાળી શાંતિ મેળવવા સફર કરી ચૂક્યો હતો. આ વખતે મળેલા તમામ લોકે ડેાસાને ફીટકાર આપવા માંડ્યા. આ દશ્ય જોઈ ડોસાની બુદ્ધિમાં પણ ઘણે ફેરફાર થઈ ગયે. રંભાના વિયોગથી તેને ઘણેજ આઘાત પહોંચે. અને આ દુઃખદ પરિણામ પતાની નીચે લાલસા જન્યદેને જ આભારી છે તેમ જણાવતાં, રંભા પાછળ પિતાના દ્રવ્યની સઘળી રકમ
ખરચીને વૃદ્ધલગ્ન અટકાવવાની તેણે પ્રતિજ્ઞા કરી અને બે કે-કમળ પુષ્પની કળીઓ હજી વિકસિત થઇ ન હોય ત્યાં તેમને અમળાવી નાંખવામાં આવે અને માતા પિતાના ભરૂસે રહેલી અનાથ, નિર્મળ બાળાને પોતાના સ્વાર્થની ખાતર હારા જેવા વૃદ્ધપતિ રૂપ કેસાઈને સુપ્રત કરવામાં આવે એ કેટલી નિર્દયતા? મરણ પથારીએ રહ્યા છતાં અબળાનું પાણગ્રહણ કરવું એ મ્હારી કેટલી તુછતા ? ખરેખર આર્યદેશની પાયમાલીમાં અમારા જેવાંજ પાત્ર મુખ્ય કારણભૂત છે. અમારી જેવા લાલસુ હૃદયમાંથી રાક્ષસી વિચારે દૂર નહિ થાય, ત્યાં સુધી આ દેશની ઉન્નતિ થવી અતિ કઠિન છે.