________________
' વીરકન્યા-વાંશુલતા.
પ૩
મને હાથી પકડવાને મંત્ર શીખવો અને તેના બદલામાં હું તમને તમારે પ્રાણુ તથા રાજ્ય પાછું મેંપું.”
ઉદયને પ્રત્યુત્તર આપે –“પ્રાણની મને પરવા નથી, પણ જે એક શિષ્ય જેવી પાત્રતા તમે મેળવી શકે, તે તંત્ર વિદ્યા શીખવવામાં મને હરકત નથી.”
“ હું ન સમયે, શિષ્ય જેવી પાત્રતા એટલે શું ?” પોતે પ્રશ્ન કર્યો.
“એક જીજ્ઞાસુની માફક અતિ વિનિતભાવે મંત્ર શીખવા બેસવું પડશે, તમારાથી તે બની શકશે?” ઉદયને ખુલાસો કરતાં પૂછ્યું.
પ્રોત રાજાના મુખ ઉપર ચિંતાની રેખા ફરી વળી ! શું ઉત્તર આપ તે નક્કી કરી શકે નહીં. પિતાની નિર્બળતા પ્રકટ થઈ ન જાય એટલા માટે તે બેલી ઉઠયો કે:-“સમયે; યમદૂત જ તમને આ શબ્દો બોલાવે છે!” '
- ઉદયને અતિ નિશ્ચિતભાવે ઉત્તર આપે–“આપની સમજશકિત માટે હું આપને આભાર માનું છું.” પ્રોત કારાગારમાંથી રવાના થયા.
- તે દિવસે આકાશમાં મેઘ અને વાયુ વચ્ચે પ્રબળ યુદ્ધ ચાલી રહ્યું હતું. મેઘ જળધારારૂપે પૃથ્વી ઉપર ઉતરી આવવા પ્રયત્ન કરતો હતો અને વાયુ તેની સમસ્ત તૈયારીઓ છિન્નભિન્ન કરી વિખેરી નાંખવા મથતો હતો. મેઘ વરસાદરૂપે નીચે આવી વનસ્પતિને નવું જીવન આપવાનો પ્રયત્ન કરતો હતો અને પવન અર્ધ ખીલેલાં કુલોને તોડી નાંખી જમીનદોસ્ત કરવા મથતો હતો. મેઘ દાન કરવા ઈચ્છતા હતા અને વાયુ હરણ કરવાની વાસના રાખતો હતો, અને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. છેવટે મેઘનીજ ફતેહ થઈ. પવનની શકિત થોડીવાર વૃક્ષોને-પુષ્પોને પ્રકંપિત કર્યા પછી ક્ષીણ થઈ ગઈ, વારી ધારા વેગથી વહી નીકળી ! આ દશ્ય નીહાળી ઉદયને વિચાર કર્યો કે-“મનુષ્ય કેટલે પામર છે? સહેજસાજ ઉપદ્રવ અને આઘાતમાં પણ પોતાનું સ્વત્વ ગુમાવી બેસે છે. મેઘની પાસેથી પણ શાંતિ ઉત્સાહ અને પુરૂષાર્થનું કેટલું ઉપયેગી શીક્ષણ મળી શકે તેમ છે! આ મેઘ જેવા ગંભીર, નિ:સ્વાર્થ અને ધ્યાની પુરૂષ જગતમાં કઈ વિરલ જ હશે ! પેલા ચગી કે જેને મેં નિચ બુદ્ધિથી ચાબુકને પ્રહાર કર્યો હતો, તેમના જેવી ધીરતા અને વિકારહીનતા કયારે પ્રાપ્ત થશે ? કોટિશ: પ્રણિપાત છે તે ગી-મુનિના ચરશુપંકજમાં ! મનુષ્ય છતાં તે દેવોપમ યોગીના ચરિત્રમાં અને મારા જેવા સંસારના કીડાના ચરિત્રમાં કેટલો બધો પ્રભેદ, એ ભેદ કયારે દૂર થશે ?”
ઉદયનના મનમાં નવા સામગ્યે પ્રવેશ કર્યો. સંધ્યા સમયે પ્રઘાત જ્યારે પુન: કેદખાનામાં આવ્યું, ત્યારે ઉદયન આંખ મીંચી પદ્માસનવાળી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. રાજાએ “ઉદયન !” કહી તેને સંબોધન કર્યું. ઉદયને આંખે ઉઘાડી પ્રદ્યતની સામે દ્રષ્ટિપાત કર્યો, પરંતુ ભયને કે સંકોચને લેશ માત્ર ભાવ દર્શાવ્યો નહીં. રાજાએ પ્રશ્ન કર્યો કે- “મારા સિવાય અન્ય કોઈ તમારા શિષ્ય