________________
પુસ્તક ૨-જુ
૧૩ સાંભળીને ગર્ભધારણ કરનારી બગલી વરસાદના દિવસોમાં પોતાની મેળે જ બચ્ચાને જન્મ આપે છે, પરંતુ વાંઝણી અથવા જેણીએ ગર્ભ ધારણ કરેલ નથી તેવી બગલીને વરસાદ પરાણે પ્રસૂતિ કરાવતું નથી.
ઉપર જણાવેલા બધા દષ્ટ તેમાં કારણેવતી સ્પષ્ટ ક્રિયા જણાય છે. જ્યારે ધર્માદિ દ્રવ્યોમાં સ્પષ્ટ કિયા દેખાતી નથી તેથી કારણ છતાં નિષ્કિય હોય તેવું દષ્ટાંત આપે છે. પ્રતિબંધ પામેલો પુરૂષ પ્રતિબંધ જ્ઞાનરૂપ કારણથી પાપની વિરતિનું સેવન કરનારો જોવાય છે, પરંતુ પાપથી વિરામ નહિ પામનારને જ્ઞાન પરાણે પાપની વિરતિ કરાવતું નથી. એ પ્રમાણે ધર્માદિ દ્રવ્ય ગતિ-સ્થિતિ પરિણુત જીવ પુદ્ગલેને ગતિ-સ્થિતિમાં સહાયક છે પરંતુ ગતિ-સ્થિતિ પણે નહિ પરિણમેલાને બળાત્કારે ધર્મા-ધર્મ ગતિ-સ્થિતિ કરાવતા નથી,
શંકા-જે એ પ્રમાણે ગતિ–સ્થિતિ પરિણત જીવપુદ્ગલેને ધમ–ધર્મ ગતિ–સ્થિતિમાં ઉપકારક હોય તે ઘટની ઉત્પત્તિમાં દંડઆકાશ-કાળ-દિશા એ જેમ નિમિત્ત કારણ છે, તે પ્રમાણે ધમ– ધર્મ પણ ગતિ–સ્થિતિરૂપ કાર્યમાં નિમિત્ત કારણ થશે. પરંતુ પ્રથમ જે તમે અપેક્ષા કારણ તરીકે ધર્મા-ધર્મને કહ્યા છે તે અપેક્ષા કારણને નાશ થશે.
અહિં એટલું સમજવું જરૂરી છે કે ત્રણ પ્રકારના કારણમાં નિમિત્ત કારણને અવાન્તર ભેદ અપેક્ષા કારણ છે. એટલે કે જે સ્વ અને પરની અપેક્ષાએ વ્યાપારવાળું કારણ હેય તે નિમિત્ત કારણું કહેવાય. અને પરની અપેક્ષાએ વ્યાપાર વિનાનું હોય તે અપેક્ષા કારણુ કહેવાય. તે પ્રમાણે અહિં ગતિ–સ્થિતિરૂપ કાર્યમાં ધર્મા–ધર્મ ઉપકારક હોવાથી તે નિમિત્ત કારણ કહેવાશે. પરંતુ અપેક્ષા કારણ નહિં કહેવાય. કારણ કે અપેક્ષા કારણ વ્યાપાર વિનાનું હોય છે.