SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું છે. છતાં મેહનીય કર્મ એક એવી ચીજ છે કે અગ્યારમે ગુણઠાણે ચઢેલા, કેવલીની સરખી કોટિમાં ગણવાવાળા મહાનુભાવ-પુરુષની આગળ પણ પોતાને પ્રભાવ દાખવવા તૈયાર થાય છે, તે પછી આરંભ–પરિગ્રહમાં આસક્ત કુટુંબકબીલામાં જકડાયેલા, વિષય-કષાયમાં વહી રહેલા આવા બાહ્યથી દેશવિરતિવાળા અગર તે વગરના શ્રાવકે મોહના ઉદયને લીધે ઉપર જણાવેલાં પાપ જ આત્મ-કલ્યાણના પ્રજનને સમજવાવાળા, માનવાવાળા અને ધારવાવાળા છતાં કીર્તાિના લેભ તરફ દોરાઈ જઈને કરવા તૈયાર થઈ જાય તે તે અસંભવિત નથી. પરંતુ નવીન ચૈત્ય અને નવીન મૂર્તિ કરનારા મહાનુભાને તે નવીન ચૈત્ય અને નવીન મૂર્તિ દ્વારા કીર્તિ મેળવવાનું પ્રયોજન પણ કદાચ સફળ થાય, પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચૈત્ય અને મૂર્તિઓને જીર્ણોદ્ધાર કરવાને તૈયાર થઈ તે જીર્ણોદ્ધારને માટે દ્રવ્યને સદુપગ ગણું વ્યય કરનાર મહાનુભાવને તે તે કીર્તિના લેભરૂપી મેહનીયને ઝપાટે અંશે પણ લાગતું જ નથી. જીર્ણોદ્ધારને પ્રસંગ આવે કયારે ? આ કારણથી જૈન-પ્રજામાં શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળા મહાનુભાવે એ વાતને કહે છે, માને છે અને પ્રરૂપે છે કે નવીન ચૈત્ય અને મૂર્તિઓને બનાવવાથી જે લાભ ધર્મિષ-પુરૂષ મેળવે તેના કરતાં આઠ ગુણ લાભ તે ચૈત્ય અને મૂર્તિને જીર્ણોદ્ધારમાં દ્રવ્યને સદુપયેાગ કરનાર મેળવે છે. બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે નવીન ચૈત્ય અને મૂત્તિઓ કરાવવાને પ્રસંગ જે ગામ અગર નગરમાં સાધર્મિકજનેને વસવાટ અધિક થતું જાય અગર ન થતું જાય તે સ્થાને આવે છે, અને તેને સ્થાને અનેક સાધમિકે તે નવીન ચિત્ય કરાવવાના અને મૂર્તિને કરાવવાના ઉત્સાહને ધરાવનારા વૃદ્ધિગત કરનારા થાય છે. પરંતુ ભગવાન જિનેશ્વરના ચૈત્ય અને મૂર્તિના જીર્ણોદ્ધારને
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy