________________
૫૮
આગમત
પૂર્વે જણાવેલી રીતિએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેની વૃદ્ધિ શ્રી જિનેશ્વર મહારાજનાં ચૈત્ય અને પ્રતિમા દ્વારા થાય છે. માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી વિગેરે શાસ્ત્રકાર-મહારાજાઓએ શ્રી ઉપદેશપદ વિગેરે શાસ્ત્રોમાં દેવદ્રવ્યને સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રગુણની પ્રભાવના કરનાર ગયું છે, અને તે દ્વારા (સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રની પ્રભાવના) દ્વારા) “શ્રી જૈન-શાસનની પ્રભાવના કરનારૂં દેવદ્રવ્ય છે” એમ સ્પષ્ટ જણાવેલું છે.
જો કે કેટલાક જૈન-કુલમાં કલંકરૂપે પેદા થયેલા ત્યાગી અગર ભેગીએ દેવદ્રવ્યને વેડફી નાંખવા માટે તે ગાથાઓને ઉપયોગ કરે છે અને દેવદ્રવ્યની આવકને ગૃહસ્થોને દુનિયાદારીના એટલે ઉદર-પૂર્તિના જ્ઞાનના માટે વાપરવા અને વપરાવવા તૈયાર થાય છે, પરંતુ તેઓએ તે ઉપદેશપદની ગાથાઓને તાત્પર્યાથ જાણ્યું નથી અને તેની ટીકા પણ દેખી કે માની નથી. અને તેથી બેટા અર્થે ઉપજાવી શ્રીસંઘની ભદ્રિક-વ્યક્તિઓને અનંત-સંસાર ભમવાવાળા કરવા સાથે પિતે પણ તેવા ભમવાવાળા થાય છે.
પરંતુ શાસનને અનુસરનારા મહાનુભાવો તે દેવદ્રવ્યની એક કેડીને પણ ભગવાન જિનેશ્વર-મહારાજના જ શાસનના રક્ષક એવા જૈનશાસ્ત્રોના ઉપગને માટે પણ લેવાનું કહેતા નથી, પરંતુ દેવદ્રવ્યથી કેવળ શ્રી જિનેશ્વર ભગવાનનાં ચિત્ય અને મૂત્તિઓનું જ કાર્ય થાય, એમ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે. મેહના ઝપાટાને લીધે માણસ શું નથી કરતો?
દુષમા કાળ અને હુંડાવસર્પિણીને પ્રભાવ છતાં પણ શાસન-પ્રેમીઓને શાસ્ત્રને અનુસરતે અવાજ શ્રદ્ધ લુ સર્વસંઘે ઝીલી લીધે છે અને તેજ પ્રમાણે એટલે દ્રવ્યને ઉપગ શ્રી જિનચૈત્ય અને મૂર્તિમાં જ રાખે છે.
આવી રીતે શ્રી જિનચૈત્ય અને મૂર્તિરૂપી ક્ષેત્રનું ધ્યેય સ્વ-પર-કલ્યાણનું જ રખાય છે અને શાસ્ત્રકારે તેજ રાખવાનું કહ્યું