________________
આગમત સાધુ ભગવતિ વિહારમાં ચૈત્યને ન જુહારે તે પ્રાયશ્ચિત્ત
આવી રીતે શાસનને અંગે પ્રથમ નંબરે જરૂરીયાતને ધારણ કરનાર શ્રી જિનેશ્વર મહારાજનાં ચા અને મૂર્તિઓ બતાવવાનું મુખ્ય ધ્યેય તે કરાવનારના પોતાના આત્માનું જ કલ્યાણ હોવું જોઈએ, એમ શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
જો કે તે ચે અને મૂર્તિઓને અંગે સદ્દગુરૂઓને સંગ મળવાનું ફળ પણ શાસ્ત્રકારે તેટલા જ સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. કારણ કે શાકાએ જે ગામ કે નગરમાં શ્રાવકનાં ઘરે હોય તે ગ્રામ કે નગરમાં સાધુથી વિહાર કરતાં ન જવાય તે તેને પ્રાયશ્ચિત્તનું સ્થાન દર્શાવાયેલું નથી, પરંતુ જે ગ્રામ અગર નગરમાં ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચ અને મૂર્તિઓ હોય તે ગ્રામ અગર નગરમાં સાધુઓને વિહાર કરતાં ફરજીયાત તરીકે જવાનું ફરમાન કરવામાં આવે છે અને તે એટલે સુધી કે જે ગ્રામ અગર નગરમાં ભગવાનનાં ચે અને મૂર્તિ હોય ત્યાં વિહાર કરતાં જે સાધુઓ ન જાય અને એને વંદન કર્યા સિવાય ચાલ્યા જાય તે તેઓને પ્રાયશ્ચિત્ત–આપત્તિ જણાવવામાં આવી છે.
આ ઉપરથી વાચકવૃંદ સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચ અને મૂત્તિઓ જે બનાવવામાં અને સ્થાપવામાં આવી હોય તે સદ્ગુરુના સગને મેળવવામાં પણ અપૂર્વ કારણ થાય છે.
વળી શાસ્ત્રોમાં અનેક સ્થાને કહેવામાં આવ્યું છે કે ભગવાન જિનેશ્વર-મહારાજની દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયેલા મહાનુભાવે પ્રત્રજ્યાને ગ્રહણ કરવા પહેલાં અનેક તીર્થોની તથા સાતિશય ક્ષેત્રની યાત્રા કરતા હતા અને અનેક ગ્રામ-નગરમાં ચૈત્યને જુહારતા હતા. ભાવિક– મહાત્માનાં દર્શન થવાનું કારણ શું?
એ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ સમજાશે કે ભવ-સમુદ્રથી તરવાને માટે દીક્ષા લેવા કટીબદ્ધ થયેલા વાગ્યવંત-મહાપુરુષોનાં