________________
પY.
આગમત ભાવસ્તવ તરીકે ખુદ સંયમ જે સર્વ પ્રાણાતિપાતવિરતિરૂપ છે. તેને જ ગણવામાં આવે છે. અને સોનાનું મંદિર સેંકડે થાભલાવાળું કરાવવામાં આવે તે પણ તેના કરતાં બ્રહ્મચર્ય અધિક છે, એ વાત પણ સર્વવિરતિના બ્રહ્મચર્યને જ ઉદ્દેશીને કહેવામાં આવી છે.
શ્રાવક-જનેએ કરાતાં સામાયિક વિગેરે અનુષ્ઠાને દેશવિરતિમાં છે અને તેથી તે સર્વથા તેવી દ્રવ્યસ્તવથી ભાવાસ્તવમાં કહેવાતી મહત્તાને અનુસરી શકતાં નથી. આ હકીકત ધ્યાનમાં રાખી આગળ ચાલવાનું છે.
શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પણ તેવી જ શંકાને જણાવતાં કહે છે કે સામાયિકને ત્યાગ કરીને અહિં દ્રવ્યસ્તવ કરવાનું કેમ કહ્યું? આવી કોઈ શંકા કરે એ સંભવિત છે. તેના ઉત્તરમાં તેઓ જણાવે છે કે સામાયિક સ્વાધીનપણે કરવાનું હોવાથી સકલ કાળ બની શકે છે, વળી આ સામાયિક જે-તે વખતમાં કરાતું હોવાથી વધારે વખત પણ બની શકે છે, પરંતુ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન છે અને કોઈ મેઈક વખતે જ બની શકે છે.
વળી તે પૂજાદિના વખતે કરાતું દ્રવ્યસ્તવનું કાર્ય ભાવસ્તવની પ્રાપ્તિ અંગે વિશેષ મહત્તાવાળું છે, માટે તે સામાયિક કરતાં મહત્તાવાળું હોવાથી તે વખત કરવું જ જોઈએ. મંદિરના પુષ્પશાધનાદિક કાર્યોમાં ફળ જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી કહે છે કે –
जीवाण बोहिलाभो, सम्महिठ्ठीण होइ पियकरणं । आणा जिणिंदभत्ती तित्थस्स पभावणा चेव ॥१॥
ત્રણે લોકમાં ભવસમુદ્રમાંથીતરવા માટે સ્થલ આલંબન કર્યું?
વાચકવૃંદે ધ્યાન રાખવાની જરૂર છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવંતે એ જગતના જુના ઉદ્ધાર કરવા માટે. તીતી છે કરેલી છે, અને તે તીર્થની સ્થાપના માટે તે મહાપુરુષે તીર્થકરના