SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - શમણ-ભગવાન્ મહાવીર-મહારાજને નમસ્કાર કરીને સૂર્યાભ દેવતા ઈશાન કોણ તરફ ગયા અને ત્યાં વૈકિલસમુદુઘાત કર્યો. વરિયસમુદુઘાતથી સેંકડો જેજનને દંડ તૈયાર કર્યો અને પછી સ્કૂલ પુદ્ગલેને છોડી દઈ સારપુદ્ગલેને ગ્રહણ કર્યા, અને પછી બીજી વખત પણ વૈકિયસમુદ્રઘાતથી અત્યંત મનોહર ભૂમિ તૈયાર કરી. - તે ભૂમિના મધ્ય ભાગમાં નાટક મંડપ કરી અને તે નાટક મંડપને ભૂમિ ભાગ અત્યંત મનોહર કર્યો, પછી મંડપને ઉપરનો ભાગ તૈયાર કરી, અખાડે તૈયાર કરી મણિપીઠિકા વિકુવી અને તે મણિપીઠિકા ઉપર પરિવાર સહિત સિંહાસનની રચના કરી. આવી રીતે નાટકનું સ્થાન તૈયાર કર્યા પછી પણ સૂર્યાભદેવતા નાટકની શરૂઆત કરતાં ભગવાન મહાવીર મહારાજને વિનય કરતાં આજ્ઞા માગે છે. જે વાંચીને તેના દંપર્ય સાથે તે સૂત્રને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે– નાટક પણ ભક્તિની આશાએ જે સૂર્યાભદેવ નાટક કરે છે, તેમાં ભગવાન મહાવીરમહારાજની સર્વજ્ઞતા અને સર્વદર્શનીયતાને લીધે જ નાટક દેખાડવું એમ કહી શકાયું નથી, પરંતુ વસ્તુતાએ શ્રમણ ભગવંત મહાવીરમહારાજની ભક્તિ અંગે જ નાટક છે, તેને જ લીધે રંગમંડપ તૈયાર કરવા પહેલાં પણ શ્રમણ ભગવંત મહાવીર–મહારાજને પ્રદક્ષિણ કરી વંદન-નમસ્કાર કર્યા હતા અને રંગમંડપ વિગેરે તૈયાર કર્યા પછી પણ નાટક કરવાની શરૂઆતમાં સૂર્યાભદેવતા શ્રમણ ભગવંત મહાવીર–મહાવીરને પ્રણામ કરે છે અને આજ્ઞા માગે છે. સૂત્રકાર રાષ્ટ શબ્દોમાં કહે છે કે, “સૂર્યાભદેવતાએ તે રંગમંડપની વ્યવસ્થા કર્યા પછી શ્રમણ ભગવત મહાવીર મહારાજનાં દર્શન કરી પ્રણામ કર્યા અને ભગવાન આજ્ઞા આપો એમ કહી તીર્થંકર મહારાજની આગળ
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy