________________
પુસ્તક ૧-લું ન હોય તે તેથી અનંતરના ભાવમાં જેને મેક્ષ મળે તેને પણ ચરમ ગણવામાં આવે છે અને તેથી દેવતાઓના પ્રશ્નોના ઉત્તર દેતાં જે ચરમ થવાનું કહેવામાં આવે છે, તે ભવાંતરને માટે ચરમપણાથી લેવાય અને મનુષ્યના પ્રશ્નની વખતે જે ચરમપણું કહેવામાં આવે તે તદ્દભવની અપેક્ષાએ લેવાય, તે રહેજે સમજાય તેવું છે.
વ્યાકરણમાં જેમ ધાતુની સાથે જોડાયેલા પ્ર આદિને ઉપસર્ગ કહેવામાં આવે છે, છતાં બહુત્રીતિ વગેરે સમાસે માં જે કે પ્ર વિગેરે જે હોય છે, તે ધાતુની સાથે જોડાયેલા રહેતા નથી, પરંતુ નામની સાથે જોડાયેલા હોય છે, છતાં પણ તેને ઉપસર્ગ કહેવામાં આવે છે, તેવી રીતે અહિં પણ ચરમપણું યથાસંભવ પ્રમાણે લેવું, એ અગ્ય નથી, દેવતાઓના પ્રશ્નમાં વાસ્તવિક રીતિએ અ-ચરમ ભવ જ કહી શકાય, પરંતુ તે ભવ એટલે દેવભવની અપેક્ષાએ ચરમપણું લેવામાં કે ચરમભવ એમ કહેવામાં પણ કોઈપણ જાતની અડચણ નથી.
દેવતાઓને બીજે જ ભવે મે જવાનું હોય છતાં જે અચરમભવ કહેવામાં આવે તે એકાન્તર-ભવે થવાવાળા મોક્ષની પ્રતીતિ થાય નહિ. એટલું જ નહિં. પરંતુ સંખ્ય, અસંખ્ય અને અનંત ભવ દેવતાઓના પામરનારાઓને પણ અચરમભાવપણું જેમ હોય છે, તેમ તે એકાવતારી દેવતાની દશાપણ અચરમ કહેવાથી થઈ જાય.
માટે એકાવતારી દેવતાઓને અંગે તે દેવતાના ભવન ચરમપણાની અપેક્ષાએ અગર દેવભવથી બીજે ભવ ચરમ હેવાની અપેક્ષાએ ચરમભાવપણું કહેવાય છે, તે અગ્ય નથી;
સુજ્ઞ-મનુષ્યોએ ધ્યાન રાખવાની જરૂર છે કે દેવતા સબંધી પ્રશ્નોત્તરની વખતે ચરમ-અચરમપણને પ્રશ્ન અને ઉત્તર થાય છે, પરન્તુ મનુષ્યને અંગે જયારે પ્રસંગ હોય છે, ત્યારે ચરમશરીરી તરીકે વર્ણન કરવામાં આવે છે, તેથી ભવ અને શરીરને ખ્યાલમાં લેનારે વિવેકી જન મનુષ્યની અપેક્ષાનું ચરમસરી એટલે કેલું શરીર લેવું ગ્યજ છે, તે રહેજે સમજી શકશે.