________________
આગમજ્યોત
| શ્રી વર્ધમાન સ્વામિને નમઃ |
શ્રીતપ્રેમી-જિજ્ઞાસુ-આરાધક–પુણ્યાત્માઓને
માટે અત્યંત ઉપયોગી - તાત્વિક....
ભેજન...
આગમરહસ્યશ, આગમ-વાચનાદાતા, આગમ-સમ્રાટ, આગમોના તલસ્પર્શી વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વગત પૂજ્ય આગમોહારક આચાર્ય દેવશ્રી શાસન-સુરક્ષા, શાસનપ્રભાવના, આગમિકગ્રથનું સંપાદન આદિ વિવિધ શાસન-હિતકર પ્રવૃત્તિઓમાં અહર્નિશ ગુંથાયેલા રહેતા હતા, છતાં શાસન-પ્રેમી તત્વ-રૂચિવાળા મુમુક્ષુઓના હિતાર્થે તેઓશ્રીની દેખરેખ તળે પ્રગટ થતા “શ્રી સિદ્ધચક” પાક્ષિક પત્રમાં અનેક પ્રકારના ધાર્મિક અને આગમિક-તત્વના રહસ્યને સમજાવનારા નાના-મોટા નિબંધે, ટૂંકા લેખે, અનેક પ્રશ્નોત્તરે વિગેરે સામગ્રી ઉપરાંત આગમિક પદાર્થોની ઝીણવટભરી છણાવટવાલા વિશિષ્ટ વ્યાખ્યાનને બળે સંગ્રહ પ્રગટ થતા હતા.
તે “શ્રી સિદ્ધચક્રના છઠ્ઠા વર્ષના માસાથી શ્રી તીર્થયાત્રા અને સંઘયાત્રા” શીર્ષકથી તી અને તેની છરી પાળતા સંઘ દ્વારા કરાતી યાત્રા અંગેના શાસ્ત્રીય નિરૂપણ બાલ સુલભ છતાં તાવિક શૈલીથી છણાવટવાળી મેટી લેખમાળ શરૂ થયેલ.
- તે લેખમાળા જિજ્ઞાસુ-અધિકારી-પુણ્યવાનની સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમ ત”ના નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી શરૂ થાય છે.
વિવેકીવાચકે આ લેખમાળાને ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચ-વિચારે વર્તમાનકાળે કાળપ્રભાવે તીર્થયાત્રા અને સંઘયાત્રામાં ઘર કરી રહેલ કેટલીક વિકૃતિઓને દૂર કરવા પ્રયતનશીલ બને!