SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત એ બે હતાં કે નહિ ! અને જે શ્રી અરિહંત ભગવાન પહેલાં પણ સમ્યક્ત્વ હોય તે સમ્યકત્વ અરિહંત ભગવાનથી પણ અગ્ર પદે કેમ ન મૂકી શકાય? | તીર્થકર ભગવાન થયા તે પહેલાંને કાળ તે અઢાર સાગપિમ કોડાકડી જેટલું છે. એ કાળમાં પણ સમ્યક્ત્વ તે હતું જ પહેલા અને બીજા આરામાં પણ સમ્યક્ત્વ હતું જ, જુગલીયાને યુગ વિચારે તે સમયે પણ જુગલીયાને જ્ઞાન અને દર્શન હતાંજ ! ત્યારે હવે એવી શંકા સહેજે પ્રાપ્ત થાય છે કે એ જીગલીયાને જ મહાપુરુષ માની લીધા હોય તે? એમને શા માટે મહાપુરુષ નથી માનવામાં આવતા? તેનું એક જ કારણ છે. ચારિત્રઆચરણ વગરનું જે જ્ઞાન છે, તેની કિંમત કેટલી? શૂન્ય જેટલી ? બ્રહ્મચર્યને ઉપદેશ આપનારે સે સ્ત્રીઓ સાથે રાખીને બ્રહ્મચર્યની મહત્તા પર ભાષણ આપવા નીકળે છે તેનું કોણ માન્ય રાખશે? જુગલીયાને પણ જ્ઞાન અને દર્શન તે હતાં જ; પણ ચારિત્ર ન હતું. આથી જુગલીયાને મહાપુરુષ માની શકાતા નથી. સમ્યગજ્ઞાન અને સમ્યગુદન બંને આદરણીય ખરાં! પણ ચારિત્ર વગર નહિ. ચારિત્ર હોય તે જ તેની કિંમત છે. પહેલું ચાસ્ત્રિ છે અને પછી જ્ઞાન-દર્શન છે. જુગલીયા શ્રદ્ધાવાળા પણ હતા, પરંતુ તેમની એ શ્રદ્ધા પણ કૂવામાંની છાંયડી કૂવામાં જ સમાય તેવી હતી. જુગલીયાને જ્ઞાન-દર્શન હતાં, પણ તે સારું છે એમ માનીને બેસી જ રહેવાનું, તેથી આગળ વધવાનું નહિ. એટલા જ માટે જુગલીયાને સ્થાને તીર્થ ગણી શકાતું નથી. તીર્થકર ભગવાને શું કર્યું? તીર્થકરે જેવા જ્ઞાન દર્શન વાળા હતા તેવું તેમણે આચર્યું હતું; તેમને સ્થાને ચારિત્ર હતું. તેમણે જે આચર્યું તેના ફળ રૂપે જે મેળવ્યું તેથી તેમણે જગતને જાગૃત કર્યું. આટલા જ માટે તેમને સ્થાને તીથ ગણાયું છે. તેને આ જ કારણથી અરિહંત ભગવાન્ પહેલાં જ્ઞાન-દર્શન હોવા છતાં તે અગ્રપદે આવી શકતા નથી.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy