SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ $ શ્રી નવપદ-આરાધનાની મહત્તા છે દેવ-ગુરૂ તથા ધર્મતત્વને જૈને જેમ માને છે, તેમ જૈનેતરે પણ માને છે. આસ્તિક માત્ર આ ત્રણ તને માને છે. કોઈ પણ જૈન-જૈનેતર આસ્તિક તત્વત્રયીને ઈન્કાર કરતું નથી. જેને પણ દેવાદિને માને છે. તથા જૈને પણ માને છે, પણ તેમાં “અમે જૈન છીએ” એમ તમે બેલે છે એ તે સારું છે, પણ એમ બેલવામાં રહેલું રહસ્ય સમજવું જોઈએ ને? જે તે ન સમજતા હે તે કહે કે માત્ર શબ્દને સંબંધ છે, પદાર્થને પરિચય નથી, પદાર્થની ઓળખાણ વિના તે પદાર્થ પરત્વે પ્રેમની તે વાત જ શી ? જેને દેવ કેને માને છે? ગુરુ કોને માને? ધમ કેને માને? એ જાણવું જરૂરી છે. અરિહંતને જ તથા સિંહને જ દેવ મનાય, આચાર્ય ઉપાધ્યાય અને સાધુને જ ગુરુ મનાય તથા દર્શને જ્ઞાન ચારિત્ર અને તપને જ ધર્મ મનાય છે. આ રીતે બે ભેદે દેવ, ત્રણ ભેદે ગુરૂ તથા ચાર ભેદે ધમ મનાય. આ સિવાય બીજાને દેવ ગુરૂ કે ધર્મ જૈને માને જ નહિ. બે ભેદે દેવ ત્રણ ભેદ ગુરૂ તથા ચાર ભેદે ધર્મ એમ ૩૩ +૪=૯ નવને આંક તત્વત્રયીને અંગે થયે. નવને આંક અખંડ છે. બીજે કઈ આંક અખંડ નથી. કેઈપણ કાલમાં કઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ તીર્થમાં આ નવપદે સિવાય બીજું કઈ જૈન દર્શનમાં આરાધ્ય નથી. આરાધ્ય સતત આ નવ જ અને નવથી ન તે આઠ કે ન તે દશ આ નવપદ રૂપ નવને જ આરાધ્ય માનવા જોઈએ, આ નવપદની જ આરાધનાથી કલ્યાણ છે. પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીના નવપદમહિમા વ્યાખ્યાનમાંથી
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy