________________
આગમચેત
(વ્યાખ્યાન-૩) आत्माऽस्ति स परिणानी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तदिक्योगाद हिंसा-अहिंसादि तद्धेतुः ॥१॥
શાસ્ત્રકાર મહારાજ આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા ષોડશકમાં સૂચવી ગયા છે કે –
આ જગતમાં ઉદ્યો–ડેકટરે ઉપકારી છે. પરંતુ તે ઉપકારી કયારે? દદીને જાણે, તેના દદીને જાણે અને દવાને જાણે
જે ડોકટર દદી, દર્દ અને દવાને ન જાણે. તે હિતકારી ન બને.
બાળકને દેવાની માત્રા વૃદ્ધને દે. જુવાનને દેવાની દવા ઘોડીયામાં રહેલા બાળકને દે તે શું થાય?
રેગ-ઔષધ બરાબર પારખ્યા છતાં દર્દીને ન પારખે તે શું ગુણ કરે?
જેમ ઔષધ કરનારે દદીને, દઈને અને દવાને બરાબર સમજવા જોઈએ.
તેમ ઉપદેશકે પણ શ્રોતા-શ્રોતાને ભવ–રોગ અને તે રોગને લાગુ થતી જ્ઞાનદવા પણ સમજવા જોઈએ.
અહીં ઉપદેશક કોણ? વૈદ્ય. એટલા જ માટે શાસ્ત્રકાર કહે છે કે–ચહાય તેટલે રાજા-મહારાજા હેય પણ દર્દથી પીડાયેલ હોય તે વૈદ્યને આધીન. વૈદ્ય કહે કે–અહીં ન રહેતા ! અમુક નહિં ખાતા, તે તેનું માનવું જ રહ્યું. અહીં જેમ શરીર આપણું છતાં તેના વિકાર કે શુદ્ધ સ્થિતિ આપણે જાણ નથી શકતા અને તેથી તે શરીર આપણું છતાં આપણે જ તેને વૈદ્યના કબજામાં સેવી દઈએ છીએ.
આમ કરવામાં આપણે કોઈપણ પ્રકારે વૈદ્યની કે ડોકટરની ગુલામી કે આધીનતા સ્વીકારી છે. એમ માનતા નથી.