________________
આગણોતિ :
ક
વીર નિ. સં.
૨૦૦૬
છે
૨૦૩૬
વર્ષ
છે છે
અહિંસા-દયાનું રહસ્ય
પુસ્તક
3
પ્રાણાતિપાત વિરતિ કેમ?
જૈનજનતામાં એ વાત તે સ્પષ્ટપણે જાણીતી છે કે અનાદિકાળથી પ્રવત્તી રહેલા જૈનધર્મમાં સાધુઓની ફરજ તરીકે પ્રાણુંતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત અને રાત્રિભેજનની વિરતિ સાથે લઈએ તે છ વ્રતે ગણવામાં આવે છે.
જો કે અન્યદર્શનકારે અને મતવાળાએ હિંસા આતિથી નિવૃત્તિના આ પંચકને યમશબ્દથી, શિક્ષાશબ્દથી કે એવા જ સારા શબ્દથી નવાજીને હિંસાદિકથી સર્વથા નિવૃત્તિને સાધુધર્મને માટે ઈષ્ટ તરીકે ગણે છે, પરંતુ ત્રિકાલાબાધિત અખંડ પ્રભાવ શાળી જૈનશાસનમાં એ પાંચેને મહાવ્રત તરીકે ઓળખાવવા સાથે પહેલા મહાવ્રતની વિશિષ્ટતા ગણવામાં આવી છે.
જૈનશાસને પ્રાણાતિપાતવિરતિ એ નામનું પહેલું વ્રત માનેલું છે. બીજા દર્શનકારોએ જ્યારે હિંસાની નિવૃત્તિરૂપે કે અહિંસારૂપે પહેલું વ્રત માનેલું છે, તે પછી જૈનદર્શનમાં પ્રાણ