________________
પુસ્તક ૧૯ જ રીતે બી પણ મનુષ્યની તૃષા અને મલ તે કુવાના જલથી દૂર થાય તે સ્વાભાવિક છે, અને તે ક દવાને અંગે રહેલું લેકદષ્ટિએ જે સ્વ અને પરને ઉપકારીપણું છે, તેનું જોડવાનું આ દષ્ટાંતથી લે છે, અને જણાવે છે કે જેમ કુ દવાથી પિતાના ઉપદ્રવનો નાશ થવા સાથે પિતાને અને પરને ઉપકાર થાય છે.
તેવી રીતે આ દ્રવ્યસ્તવથી તે દ્રવ્યસ્તવને કરનારા આત્માને તથા તે દ્રવ્યસ્તવને દેખનારા મહાનુભાવેના આત્માઓને પણ નિર્મલ કરનારા થાય છે. જો કે કેટલીક જગપર શાસ્ત્રકાર દ્રવ્યસ્તવના કરનાર જે આત્માઓ હોય તેઓને અંગે વિરાધનાના પરિહારમાં આ કુવાનું દષ્ટાંત જોડે છે, પરંતુ તે તે સ્થળે દ્રવ્યસ્તવ કરનાર આત્માને લાગેલી વિરાધનાના જવાબને પ્રસંગ હોવાથી તે કુવાના દષ્ટાંતને માત્ર દ્રવ્યસ્તવ કરનારના આત્માની સાથે વિરાધનના પરિહારમાં જોડવું પડે તેમાં આશ્ચર્ય નથી ? - આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી પણ એ દ્રવ્યસ્તવને અંગે દેવાતા કુવાના દષ્ટાંતને સાક્ષાત્ નહીં પણ અથપત્તિથી પરોપકારને અંગે જોડે છે અને તેથી જણાવે છે કે યતનાપૂર્વક કરાતો તે દ્રવ્યસ્તવ શ્રાવકને ઘણી જ પવિત્રતાનું એટલે પુણ્યબંધનું અને નિજાનું કારણ છે અને તેથી જ દ્રવ્યસ્તવમાં આરતિ મંગલદી આદિ કરવાં તે એગ્ય જ છે.
ઉપર જણાવેલી પવિત્રતાના હેતુ તરીકે આચાર્ય મહારાજ બે વસ્તુ જણાવે છે અને તે એ કે એક તો તે દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના આત્માને અત્યંત હર્ષ થાય. એ એક હેતુની સાથે બીજો હેતુ એ પણ સ્પષ્ટપણે જણાવે છે કે શાસનની ઉન્નતિ વિગેરેને કરનાર તે દ્રવ્યસ્તવ થાય, અને તેથી તે દ્રવ્યસ્તવના કરનારને ઘણી પવિત્રતાનું સ્થાન ગણે છે. [માટે તે દ્રવ્યસ્તવ શ્રાવકોને કર યોગ્ય છે.]