________________
આગમત
ઉપરની બધી હકીકત વિચારનારે મનુષ્ય સંગવાન જિનેશ્વર મહારાજની પુષ્પાદિ દ્રવ્યપૂજામાં સ્વરૂપથી જે કે વિશધના થાય છે એમ માનશે છતાં સાધુઓને નદી ઉતરતાં થતી વિરાધનાની માફક માત્ર સ્વરૂપથી જ હિંસા છે એમ માનીને ભગવાનની પુષ્પાદિ પૂજામાં અંશે પણ પરભવે વેદવું પડે એવા પાપને બંધ તો માનશે, નહિ, અને જેઓ તેવું અ૫ પાપ બંધાય છે એમ કહેનારા હોય તેઓને પોતાના વચનથી મહાવ્રતને ખંડન કરનારા માનવા સાથે સૂત્રથી વિરૂદ્ધ બોલનારા અને માનનારા માનીને તેઓના સંસર્ગને વિવિધ ત્રિવિધ સરાવી દેશે. 2 ચાલુ અધિકારમાં ઉપરની હકીકત ધ્યાનમાં લેનારા મનુષ્યને યતના પૂર્વક થતી દ્રવ્યપૂજા શાસ્ત્રમાં જણાવેલા કૂવાના દષ્ટાંતથી શ્રાવકને હિત કરનારી છે એ સ્પષ્ટ માલમ પડશે.
આ માટે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આરતિ અને મંગલદીવાને જતુ-વિરાધના આદિ દોષાના નામે અયુક્ત માનનારાઓ પ્રત્યે કહે છે કે પુષ્પપૂજાદિકરૂપી બધી દ્રવ્યસ્તવમાં યતનાપૂર્વક પ્રવર્તાવાવાળા શ્રાવકને કુવાના દષ્ટાંતથી પ્રવર્તાવાનું હોય છે. અર્થાત્ કુવે ખેદતાં શરીર અને લુગડાં મેલા થાય છે. અને ખેડવાના શ્રમથી તરસ વિગેરે પણ લાગે છે, છતાં તે
દેલા કુવામાંથી નીકળેલા પાણીને ઉપયોગ કરવાથી શરીર અને લુગડાં મૂલથી મેલાં હોય તે પણ ચકખાં થાય છે, અને ખોદવાથી લાગેલી તૃષા પણ તેના પાણીથી જ શાંત થાય છે.
સામાન્ય રીતે કેટલાક શાસ્ત્રકારે જ્યારે આવી રીતે કુવે દવાના ઉદાહરણને જોડે છે, ત્યારે કેટલાક મહાનુભાવે તો નદી આદિ પાણીના વહનના પરિશ્રમ કરતાં કુવાના પરિશ્રમમાં વિશિષ્ટતા માનીને એ કુ દવાના ઉદાહરણને એવી રીતે જોડવા તૈયાર થાય છે કે જેમ કે ખેતીને પાણી કહાડતાં તે ખેડનારની તૃષા અને મલ વિગેરે જેમ દૂર થાય છે, તેવી