________________
આગમત
ઈશિત જ થયું હતું, તેવી રીતે ઇંગિત કિયા પણ ગુરુમહારાજની જે થાય તે સમજીને તે પ્રમાણે વર્તવાવાળે શિષ્ય વિનીત કહેવાય.
આ ઉપર જણાવેલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કથનથી વિનેય (શિષ્ય)નાં લક્ષણે સમજી શકાય તેમ છે, છતાં તે લક્ષણે વિસ્તારથી હોવાથી નીચે જણાવેલાં વિનયનાં લક્ષણે પણ ધ્યાનમાં રાખવાં.
૧ પોતાને આત્મા (મન વચન અને કાયા) ગુરૂને અર્પણ કરેલાં હેય.
૨. ગુરુના ઉપદેશને અનુસારે ચાલનારે હોય.
આ બે વસ્તુ જેનામાં હોય તેને પણ વિનય એટલે શિષ્યનું લક્ષણ પ્રાપ્ત થયું છે એમ કહી શકાય.
8 શ્રી તીર્થંકર પરમાત્મા જગતના ઉદ્ધાર માટે
છે બધી પ્રવૃત્તિ કરે છે. છે ને જૈન જનતા એ વાત તે સારી રીતે સમજે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની આરાધનાથી સમગ્ર કર્મને ક્ષય. કરવા દ્વારા સ્વ-સ્વરૂપમાં અવસ્થાનરૂપી મોક્ષ મેળવી શકાય છે, અને તે સમ્યગ્દર્શન વિગેરેના આલંબન સિવાય કઈ પણ જીવ કોઈ પણ કાળે સમય કર્મને ક્ષય કરી શકતું નથી, અને સ્વસ્વરૂપાવસ્થાનરૂપી મોક્ષને મેળવી શકતું નથી.
આટલી વાત ચોકકસ છતાં પણ જૈનદર્શનમાં શ્રીમહાનિશીથસૂત્રમાં જણાવેલ પપુરૂષીમાં જે ઉત્તમ પુરૂષના બે વર્ગ (એક જે ઉત્તમ પુરુષ અને બીજા ઉત્તમોત્તમ પુરુષ એ નામના) રાખેલા છે, તે બન્ને મહાપુરૂષો ઉપર જણાવેલ સમ્યગ્દર્શનાદિક મેક્ષ માર્ગને આરાધવાવાળા ગણ્યા છે. તેઓ માત્ર સમ્યગદર્શનને પામીને મિથ્યાદર્શનશલ્યરૂપી મિથ્યાદર્શન નામના અઢારમા પાપસ્થાનકને.