________________
- ૧૦
નેહી મુનિ નિરૂપમ શ્રી સાગરજી મ. મુનિશ્રી નયશેખર સાગરજી મ, બાલ મુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. આદિ અનેક મહાનુ ભાવેના સહાગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈશકર્યું છે.
છેલ્લે નિવેદન એ છે કે-અથાગ્ય જાગૃતિ રાખી. પૂ. આગમોદ્ધારક-આચાર્યદેવશ્રીના આશય-વિરૂદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે શાસનની પરંપરા વિરૂદ્ધ કંઈ થવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક મિથ્યાદુકૃત દેવા સાથે પુણ્યવાન તત્વરુચિવાળા મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની-ગીતા ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ-તત્ત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પિતે પણ જિન શાસનની વિશ્વાસપૂર્વક સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને એ મંગલ અભિલાષા !!!
વીર નિ. સં. ૨૫૦૬ વિ. સં. ૨૦૩૬ ભા. સુ ૧૧ શનિ મણીયાતી પાડો પાટણ. (ઉ. ગુ.)
સંપાદક શાસન જ્યોતિધર પૂ. ઉપાધ્યાશ્રી ધર્મસાગરજી મ. ચરણપાસક
અભયસાગર