________________
આગમત
પ્રયાણ કરવાવાળું જનાવર જરૂર ઉત્તમતાનું પાત્ર અને પ્રશંસાનું સ્થાન છે.
જેમ કે વ્યવહારમાં નીતિ શાસ્ત્રકારો સાહિત્યાદિકથી રહિત એવા માનવદેહવાળાને જાનવરની સાથે તેલે છે.
તેવી રીતે ધર્મ શાસ્ત્રકારે ધર્મ—રહિત એવા માનવધારીને તિર્યંચથી પણ અધમદશામાં ગણે છે.
ઉપરની હકીક્ત ધ્યાનમાં લેવાવાળે મનુષ્ય માનવનીતિને કે માનવદેહને ઉત્તમ માનવાવાળે થાય તેમાં આશ્ચર્ય નથી ? પરંતુ તે માનવજાતિની કે માનવદેહની ઉત્તમતા માનવદેહ કે માનવજાતિ તરીકે નથી, એ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે.
જૈનશાસ્ત્રનું યત્કિંચિત્ પણ જેને જ્ઞાન હોય અને જેઓ રમાવલભ કે પ્રિયાવલ્લભ જેવા જડ-દાસે ન હોય. તેઓ એટલું તે સહેજે સમજી શકે તેમ છે કે આ માનવદેહ કે આ માનવ જાતિ આ જીવને પહેલવહેલી મળેલી છે એમ નથી, પરંતુ આ માનવજાતિ કે આ માનવદેહ અનંતી વખત મળે છે, પરંતુ તે અનંતી વખતે મળેલે માનવદેહ અર્થ—અભિલાષાને ઉટજ અને કામાભિલાષાને નિલય થઈ જવાને લીધે તે કેવળ પાપાલય જ થયેલું હતું, પરંતુ આ માનવદેહને જે દેવાલયના સેવક બનાવીએ તથા ધમનુષ્ઠાનના સ્થાનભૂત બનાવીએ તે જ આ આ માનવદેહ સફલતાને પામેલે કહી શકીએ.
“હે માનવ ! તું ઉપરની હકીકત બરોબર સમજજે ! અને ગુંડાગીરીના ગહન વનમાં ઝંપલાયેલા રમાવલભે અને રામાવલ્લભની માનવદેહને ભેગાલય ગણવા જેવી અપવિત્ર અને તુચ્છમાં તુચ્છ વાણને કાનમાં પણ પિસવા દઈશ નહિ! પરંતુ અનતા પુદ્ગલ પરાવતે મળેલા આ માનવદેહને દેવ ગુરૂ અને ધર્મની પવિત્ર સેવાથી અલંકૃત કરીને જરૂર સફળ બનાવજે !!!