SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - ર - - - કે અવશ્યક નિયુક્તિ વિગેરેમાં પણ પોસ્ટ-r-ઈત્યાદિ ગાથા દ્વારા સૂચિત દશ-દષ્ટાંતે ઉપરથી મનુષ્યપણાની દુર્લભતા બિત થાય છે. એટલે “મનુષ્યભવ દુર્લભ છે.” એમાં કઈ પણ આસ્તિકથી મતભેદ ઊભું કરી શકાય તેમ નથી. પરંતુ આવી રીતે ચોરાશી લાખ જીવા-નિમાં રખડતાં મળે મનુષ્યપણું દુર્લભ છતાં પણ જે મળ્યું છે, તેને ઘણા. ભાગે દુરૂપયોગ થાય છે. આ કારણથી શ્રીતત્ત્વાર્થસૂત્રમાં ભાષ્યકાર મહારાજા મનુષ્ય-ભવને દુઃખ એટલે સંસારના કારણભૂત એટલે વધારનાર જણાવીને તથા નમૂનિ મૌનુવે એમ જણાવી આ મનુષ્યભવ કર્મ અને કલેશની પરંપરાવાળે થાય છે, તે તે મનુષ્ય જન્મ સંસારની વૃદ્ધિ કરાવનાર યાવત્ અનંતભવ ભટકાવનારે થાય છે. એટલે શત્રુના જયને કરાવનાર એવું હથિયાર જેમ અણસમજુ મનુષ્યના હાથમાં આવ્યું હોય તે તે હથિયાર અણસમજુ એવા ગ્રહણ કરનાર મનુષ્યને કે તે ગ્રહણ કરનારના સંબંધીઓને મારનારું થાય છે. તેવી રીતે આ મનુષ્ય ભવ પણ જે કર્મ-કલેશના અભાવને કરવા કે તેની કમી કરનાર હોય અને સંસારનું અલ્પપણું કરનાર કે સંસારને અભાવ કરનારે હોય તે આ મનુષ્ય ભવને મેળવીને લાભ પામ્યા કહી શકાય. અર્થાત્ માનવ-જાતની કે માનવદેહની જે મુખ્યતા શાસ્ત્રકારોએ કહેલી છે, અગર તે જગતમાં ગવાયેલી છે, તે દેખાતા મનુષ્યપણાની અપેક્ષાએ માનવદેહની-માનવજાતની મહત્તાને માટે નથી, પરંતુ ધર્મપ્રધાન જીવન દ્વારા સફળ કરાતા માનવજીવનની અપેક્ષાએ છે. એટલે કે આ માનવદેહ એ છે કે જેને પ્રાપ્ત કરવાવાળા
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy