________________
પુસ્તક ૧ લું મહારાજા પૂર્વાશ્રમમાં મગધના વતની હેવાથી પણ મેગધશમાં અને તેની આસપાસમાં નિરુપદ્રવપણે વિચરી શકે એ સ્વાભાવિક જ હતું.
આ બધું તપાસતાં શ્રેણિક-મહાશાજને ભગવાન મહાવીર મહારાજની શાસન-સ્થાપના કરતાં પહેલેથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય અને તેમ કહેવાય પણ છે, અને ક્ષાયિકભાવે સમ્યક્ત્વ ભગવાન મહાવીર મહારાજના પ્રતાપે થયું હોય, તે તેમાં કંઈપણ આશ્ચર્ય નથી.
સામાન્ય રીતે જૈન-શાસ્ત્રો પ્રમાણે ભગવાન મહાવીર મહારાજના જન્મથી પહેલાં પણ શ્રી પાર્શ્વનાથજી મહારાજનું શાસન મગધ આદિ દેશમાં પ્રવર્તતું જ હતું, ખુદ ભગવાન મહાવીર મહારાજના માતા-પિતા પોતે શ્રી પાર્શ્વ નાથ ભગવાનના સંતાનીય શ્રાવક હતા. એ વાત શ્રી આચારાંગ તથા શ્રી કલ્પસૂત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ છે.
વળી ભગવાન મહાવીર મહારાજા છદ્મસ્થપણામાં હતા, ત્યારે મથુરાનગરીમાં અહંદાસ અને જિનદાસી પરમ-શ્રાવકપણાની દિશામાં હતા. ભગવાન મહાવીર મહારાજને કેવલજ્ઞાન થવા પહેલાં ભગવાનના શ્રાવક ગણાતા આનંદ સિવાયના બીજા આનંદ નામના શ્રાવકને અવધિજ્ઞાન થયું હતું. અને તેણે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની આગાહી જણાવી હતી. અને ગૃહસ્થને અવધિજ્ઞાન તે ગુણપ્રતિપન્નને જ થાય છે. એ વિગેરે હકીકતથી ભગવાન પહેલાં મગધમાં પ્રવર્તતા જનધર્મનું પ્રવર્તવું ઈતિહાસ-સિદ્ધ હેવાથી મગધ દેશમાં પ્રવર્તતે હતે એને લીધે શ્રેણિક મહારાજના રાજકુલમાં ધર્મ હેય તે આશ્ચર્ય નથી, અને ધર્મની ભાવનાથી પણ મહારાજા શ્રેણિક શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વરદ થયા હોય તે આશ્ચર્ય નથી.