________________
૨૯
પુસ્તક ૩ નું વ્યાખ્યાન હોવાથી એમ કલ્પના કરી શકાય કે મૂળ વિધિથી વહેનારને સામાયિક (પૌષધ) હોવા જોઇએ, અને ઈતર નોકારસીઆદિ વિધિથી તપની સંખ્યા પૂરી કરનારને ઘણી જ લાંબી મુદત હેવાથી અર્થાત્ નોકારસીથી કરે તેને પ૪૦ દહાડા સુધી લાગલાગટ કરે તે પણ મર્યાદા પહોંચતી હોવાથી તેવા તપ કરનારાએને અને પિરસી વિગેરે કરનારાઓને પણ લાંબી મુદત હોવાથી તેની સાથે પૌષધનું નિયમિતપણું ન કર્યું હોય તે સ્વાભાવિક છે.
વળી પૂર્વે જણાવેલી કારસી વિગેરે તપસ્યાને હિસાબ ભગવાન મહાનિશીથકારે કેવળ શ્રી પંચમંગલમહાશતત્કંધને અંગે રાખેલે હોવાથી બીજા ઉપધાનમાં તે બીજી રીતને હિસાબ ન માનીએ અને તેથી તેમાં પૌષધનું નિયમિતપણું માનીએ તે વર્તમાન રીતિ પ્રમાણે પૌષધ-ગ્રહણની સાથેજ થતી ઉપધાનની વિધિ સૂત્રના અક્ષરની સૂચનાને અનુકૂળ જ છે એમ ગણવું જોઈએ. ઉપધાનવહનની સાથે પૌષધનું સર્વગછનું સંમતપણું * વળી એ પણ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પ્રાચીન અને આધુનિક જુદા જુદા ગ૭વાળા જુદા જુદા ગ્રંથકર્તાઓ પિતાપિતાની સામાચારીના ગ્રંથમાં ઉપધાનની વિધિ જણાવતાં– પૌષધ ગ્રહણ કરવાની હકીકત પણ સાથે જ જણાવે છે. "
એ ઉપરથી પણ એમ તે કહી જ શકાય કે સૂત્રમાં ઉપધાન વિધિમાં પૌષધ ગ્રહણનું વિધાન ન પણ હોય, તે પણ તે સર્વગચ્છ સંમત થએલું હોઈ આચરણરૂપ થાય અને તેથી તે આચરણથી વિરૂદ્ધ વર્તવું તે સૂત્રકાર મહારાજાના વચનથી વિરૂદ્ધ વર્તવા જેવું અધમાધમ ગણાય. પંચમંગલ તે મહાગ્રુતસ્કંધ કેમ?
શ્રીઆવશ્યકના શ્રી દશવૈકાલિક વગેરેના અધ્યયનના સમુદાયને યાવત્ શ્રી આચારાંગ જેવા અંગપ્રવિષ્ટના અધ્યયનના સમુદાયને તસ્કંધ કહેવાય છે ત્યારે આ પંચમંગલને મહાત