________________
પુસ્તક ૩ જું વર્તમાનમાં પાંચ ઉપવાસે પહેલી વાચના અને સાડી સાત ઉપવાસે બીજી વાચના થાય છે.
એવી રીતે ગુણ થકી પ્રતિક્રમણ શ્રતસ્કંધ કે જે આદાન પદથી ઈરિયાવહી સૂત્ર કહેવાય છે, તેને અંગે પણ પંચમંગલની માફક શાક્ત બાર ઉપવાસ અને વર્તમાન રીતિથી સાડીબાર ઉપવાસ કરી આરાધાય છે અને વર્તમાનમાં બે વાચનાએ તેનું અધ્યયન કરાવાય છે.
ત્રીજા શકસ્તવ નામના ઉપધાનને અંગે શ્રીમહાનિશીય સૂત્રના મૂળ હિસાબે એક અઠ્ઠમ અને બત્રીસ આંબેલથી અને પાંચમા નામસ્તવ (ચતુર્વિશતિસ્તવ)ની આરાધના એક છે, એક એક ઉપવાસ અને પચીસ બેલથી થતી હતી.
એટલે ત્રીજા ઉપધાનમાં ઓગણીસ ઉપવાસ અને પાંચમા ઉપધાનમાં સાડી પંદર ઉપવાસ થતા હતા, તે પ્રમાણે વર્તમાનમાં પણ પાંત્રીસ દિવસ શકસ્તવના ઉપધાનમાં લેવાથી વીસને છે આના ઉપવાસ અને નામસ્તવમાં સવાઓગણીસ ઉપવાસ થાય છે
એટલે શાસ્ત્રોમાં કહેલી તપસ્યા કરતાં કેઈપણ પહેલું, બીજું ત્રીજું અને પાંચમું ઉપધાન જેવી રીતિથી વહેવડાવાય છે તેમાં તપસ્યા ઘટતી નથી, પણ વધેજ છે, અને એથું અહત મૈત્યસ્ત નામનું અને છઠ્ઠ શ્રતસ્તવ-સિદ્ધસ્તવ નામનું ઉપધાન તે મૂળ વિધિ એટલે એક ઉપવાસ ને ત્રણ અબેલ તથા એક ઉપવાસ પાંચ અબેલ ને એક ઉપવાસે શાસકારોએ કહેલું છે તે પ્રમાણે કરવામાં આવે છે. તપની વિધિના પરિવર્તનને ખુલાસે
આ સ્થાને એ શંકા જરૂર થાય કે પહેલા, બીજા, ત્રીજા અને પાંચમા ઉપધાનમાં તપસ્યાનો ક્રમ શાસકારોએ કહેલે તે કેમ ફેરવ્યું? તેના ઉત્તરમાં સમજવાનું કે શ્રીમહાનિશીથસૂત્રમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે મૂળવિધિ જણાવ્યા છતાં અસમર્થને, માટે તેજ ઉપધાનનો તપ પૂરે કરવાને માટે ૪૫ નોકારસી કર