________________
૩૨
'આગમત ટીકામાં પ્રવ્યાસ્તિનમન એમ નથી પરંતુ સ્તિથા ળિયેળ એમ લખેલ છે, તેમાં આશય એ જણાય છે કે-જુસૂત્રનય સ્કંધ, દેશ વિગેરેને તે જાતે જ નથી, એ પ્રદેશ અને પરમાણુમાં જ દ્રવ્યપણું માને છે, તે માસ્તર શબ્દ આપવાથી પ્રદેશ અને પરમામણુઓના સમુદાયમાં દ્રવ્યપણાની સત્તા પ્રગટ થાય છે.
અતરણ–એમાં એ દ્રવ્ય શું કઈ વખતે પોતપોતાના સ્વભાવમાંથી ખસે છે? દ્રવ્યની જે પંચ સંખ્યા છે, તે સંખ્યામાં વ્યભિચાર એટલે કેઈ વખતે ન્યૂનાધિકપણું થાય છે? અને એ પાંચે દ્રવ્ય રૂપી છે કે અરૂપી છે? એ ત્રણે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ શંકા દૂર કરવા માટે સૂત્રકાર કહે છે.
સૂત્રનિત્યવસ્થિતાન્યા જ છે
સ્વાર્થ–ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, પાંચની સંખ્યામાં યુનાધિકપણું ન થતું હોવાથી અવસ્થિત છે અને અરૂપી પુલદ્રના રૂપી પણ માટે આગળ “વિનઃ પુત્ર: ” એ અપવાદ કહેવાના છે.
ટીકાથ-અવતરણમાં પૂછાએલાં ત્રણ પ્રશ્નને ઉત્તર અનુક્રમે આ સૂત્ર વડે અપાય છે, સૂત્રમાં નિત્ય શબ્દનું જે ગ્રહણ કરેલ છે, તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વભાવથી નહિં ખસવાપણું જણાવાય છે, એટલે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનું ત્રણે કાળમાં –સ્વભાવથી પ્રચ્યવન થતું જ નથી. જે કાંઈ પ્રચ્યવન થાય છે અર્થાત દેખાય છે, પર્યાયની અપેક્ષાએ થાય છે એથી દ્રવાસ્તિક નયની અપેક્ષા એ સર્વ દ્રનિત્ય છે, એટલે કે સ્વભાવથી ખસવાવાળા નથી. અવસ્થિત શબ્દના ગ્રહણથી અનુનાધિકપણું જણાવાય છે
એટલે દ્રવ્યની જે પંચત્વ સંખ્યા છે તે સંખ્યા માં કઈ કાળે ન્યૂનપણું અથવા અધિકપણું થતું નથી, અનાદિ અનંત તેમજ મર્યાદા વડે સ્વભાવ સ્વતત્વ બદલાતું જ નથી અર્થાત્ જે અવસ્થિતપણું છે તે અનાદિ નિધન છે