________________
આગમોત
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ અસ્તિ શબ્દને અર્થ સિદ્ધ થયેલ છે.
એમણે અવસ્થા જણાવવા માટેની ઇચ્છાથી સમગ્ર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં રહેલ પ્રવપણાનું પ્રતિપાદન કરવા માટે અવ્યય–સંજ્ઞક અસ્તિ શબ્દ કહ્યો.
જય શબ્દ તે સૂત્રમાં જ ગ્રહણ કરેલ છે. જેને આવિર્ભાવ તિભાવ અર્થ થાય છે. જ્યારે આવિર્ભાવ-તિભાવ વાચક કાય શબ્દ સૂત્રમાં ગ્રહણ કર્યો છે. તે એ પ્રમાણે પ્રતિ શબ્દનું પણ સુત્રમાં ગ્રહણ કરવું એગ્ય છે. કારણકે કાય શબ્દની માફક વિશિષ્ટ અર્થને પ્રતિપાદક છે. અથવા તે જેમ અસ્તિ શબ્દનું ગ્રહણ કર્યું નથી, તે પ્રમાણે કાય શબ્દનું પણ ગ્રહણ ન કરવું જોઈએ. એ પ્રમાણે શિષ્યની શંકાના સમાધાનમાં જણાવે છે કે
બેમાંથી એકનું ગ્રહણ કરવાથી બાકી રહેલ એક સંબંધ જરૂર આવી જાય છે એમ આચાર્ય મહારાજને અભિપ્રાય છે. એજ વસ્તુની સાબિતી માટે કહે છે કે સંસ વિગેરે આગળ કહેવાતા કારણે અધ્યાહારાર્થ શબ્દને વાળવામાં જ તેમજ દૂર કરવામાં કારણ થાય છે તે સંસર્ગ વિગેરે કારણે આ પ્રમાણે.
संसर्गो विप्रयोगश्च साहचर्य विरोधिता । अर्थः प्रकरणं लिंग शब्दस्यान्यस्य सन्निधिः ॥१॥ सामर्थ्यमौचितीदेशः कालो व्यक्तः स्वरादयः। शब्दस्यार्थव्यवच्छेदे विशेषस्मृतिहेतवः ॥२॥
(ળિીનુરાસનમ p. ૩૨) સંસર્ગ, વિપ્રયાગ, સાહચર્ય, વિરોધીપણું, અર્થ પ્રકરણ અને લિંગ એ અન્ય અધ્યાહાર્યને મળતાં શબ્દનું સામીપ્ય અર્થના વિશેષ જ્ઞાનમાં કારણરૂપ છે. જેમ કે રામ-રકમની એ પદમાં કમળ ના સંસર્ગથી દારથિ રામ લેવાશે પણ, પરશુરામનું ગ્રહણ નહિં થાય. એમ દરેક ઉદાહરણે સ્વ-બુદ્ધિથી વિચારવા.
એ મુજબ સામર્થ્ય, ઉચિતતા, દેશ, કામ, વ્યક્તિ સ્વર વિગેરે શબ્દને જે અર્થ છે તેના નિશ્ચયમાં કારણે થાય છે.