________________
આગમોત તેની હસ્તીઆદિ ઋદ્ધિ શાસન અને ધમની અપેક્ષાએ વ્યર્થ ગણાય. - આ વાત જ્યારે લક્ષ્યમાં લેવામાં આવશે ત્યારે મહારાજા કેણિક, ઉદાયન, જિતશત્રુ અને અદીતશત્રુ વિગેરે અનેક રાજાઓએ ભવ્રત તીર્થંકર મહારાજના વદનને અંગે આખા ગામને શણગારવા અને સમસ્ત કદ્ધિ યુક્ત થઈને વંદન કરવાના પ્રયત્ન કર્યાનું કથન સૂત્રકારોએ સ્થાને સ્થાને કેમ કર્યું છે? તેને ખુલાસે સ્વયં થઈ જશે. દશાર્ણભદ્રજીનું અભિમાન શા માટે?
આ વાત ખૂબ જ લક્ષ્યપૂર્વક વિચારતાં સમજાશે કે- રાજા દશાર્ણભદ્રજીને અભિમાન કરવાનું કેઈપણ અન્ય સ્થાન ન રહ્યું, પરંતુ ભગવંત જિનેશ્વર મહારાજને વંદન કરવામાં એવા ઠાઠમાઠથી હું વંદન કરું કે જેવું વંદન બીજા કેઈપણ રાજા-મહારાજા કે શ્રેષ્ઠી–સેનાપતિએ કરેલું હોય નહિ. એમ અભિમાન થયું.
ધ્યાન રાખવું કે કેઈપણ રાજા મહારાજા કે શ્રેષ્ઠી–સેનાપતિએ દેશવિરતિ સામાયિકને અંગે એવું વિચાર્યું નથી કે કઈપણ રાજા મહારાજા કે શ્રેષ્ઠી–સેનાપતિએ સામાયિક ન કર્યું હોય તેવા રૂપે હું સામાયિક કરું, કારણ કે સામાયિકમાં આડંબરને અવકાશ હોતે નથી, પરંતુ ભગવંત જિનેશ્વર તીર્થકર મહારાજા વિગેરેના વંદનમાં દરેક રાજા-મહારાજાઓની પ્રવૃત્તિ હતી અને તેથી તે વંદનના આડંબરમાં સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવાનું મહારાજા દશાર્ણભદ્રજીને મન થયું.
આવી રીતે જ્યારે, દશાર્ણભદ્રજીનું ભગવાન તીર્થંકર મહારાજને વંદન કરવાના આડંબરમાં જ્યારે સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવાનું નિશ્ચલ મન થયું ત્યારે તે મહારાજ દશાર્ણભદ્રજીના આડંબરમાં સષ્ટિપણું સાધારણ ચીજ નથી, પરંતુ તીર્થકરના વદનના આડંબરમાં તે સર્વોત્કૃષ્ટપણું કંઈ એરજ ચીજ છે એ જણાવવા માટે સૌધર્મેન્દ્ર મહારાજને વચનાતીત એવા દેવતાઈ આડંબરથી