________________
૧૭
પુસ્તક ૧-લું
એ જિનભવન મહેટા પર્વતના શિખર ઉપર કરાય, જિનેશ્વર ભગવાનના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન–અને મોક્ષ એ ચાર સ્થાનમાં કરાય, થાવત્ સંપ્રતિમહારાજની પેઠે દરેક શહેરે અને દરેક ગામે, તથા સ્થાને સ્થાને કરાય. એ વૈભવ કદાચ ન હોય તે ઘાસની ઝુંપડી આદિથી પણ જિનભવન કરવું જોઈએ.
શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે પરમગુરૂ એવા તીર્થકર ભગવાનને ઉદ્દેશીને જેઓ ઘાસની પણ ઝુંપડી કરે અને તેમાં એક પુષ્પ પણ ચઢાવે તે મનુષ્યના પુણ્યનું પ્રમાણ કયાંથી થઈ શકે? તે પછી જેઓ હટી દઢ અને સજ્જડ એવી શિલાઓના સમુદાયથી ઘડાયેલા જિનભવનને શુભમતિથી બનાવે તે મહાભાગ્યશાળીઓ ઉમાનિકદેવપણે ઉત્પન્ન થાય તેમાં આશ્ચર્ય શું?
જે જિનભવનને કરાવનાર રાજા વિગેરે હોય તે તેને ઘણું ભંડાર–નગર–મંડળે અને ગેકુળ વિગેરે આપીને જિનભવનક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ. જેવી રીતે નવા જિનભવને બનાવીને ચૈત્યક્ષેત્રમાં ધન વપરાય છે, તેવી જ રીતે જીર્ણ અને શીર્ણ એવાં ચૈત્યને સમારવાં નષ્ટ ભ્રષ્ટ એવા ચૈત્યને ઉદ્ધાર કરે તે પણ ચૈત્યક્ષેત્રજ કહેવાય છે.
આ સ્થાને શંકા કરે છે કે નિષ્પાપ એવા જૈનધર્મને આચરવામાં અતિનિપુણ એવા લોકોને જિનભવન અને બિંબનાં પૂજાદિક કરવા તે અનુચિત જેવા જ લાગે છે, કારણ કે તે છએ છવાયની વિરાધનાનું કારણ છે, કેમકે તેમાં ભૂમી ખેરવી પડે, કાષ્ઠ, ઈટ વિગેરે લાવવું પડે, ખાડા ખોદવા પડે, ઈંટો ચણવી પડે, પાણીના ધોધ ચાલે, વનસ્પતિ અને ત્રસકાયની પણ વિરાધના વિના તે થતા નથી.
આવી શંકાના સમાધાનમાં જણાવે છે કે-જે મનુષ્ય સર્વ વિરતિરૂપ સંયમને ન લઈ શકવાથી આરંભ-પરિગ્રહમાં રહેલ છે અને કુટુમ્બના પરિપાલન માટે ધનનું ઉપાર્જન કરે છે, તેને ધન ઉપાર્જન કરવા પ્રયત્ન નિષ્ફળ ન જાય, માટે જિનભવન વિગેરેમાં આ. ૨