________________
૧૪
આગમત
કરનારના મનની વધારે વધારે પ્રસન્નતા થાય તેમ તેમ વધારે નિર્જરા તે બનાવનારને થાય છે. એ નક્કી સમજવું.”
આવી જ રીતે નવી પ્રતિમાજીઓ ભરાવવાનું ફળ જણાવી હવે કહે છે કે પહેલાં બનાવાયેલી શ્રીજિનેશ્વરની પ્રતિમાઓની શાસ્ત્રમાં કહેલી વિધિએ પ્રતિષ્ઠા કરાવવી અને આઠ પ્રકારે તેનું પૂજન કરવું, યાત્રાઓ કરવી, અનેક પ્રકારનાં સારા-સારા આભૂષણેથી શોભાવવી. અને અનેક પ્રકારનાં વસ્ત્રોથી પરિધાન કરવું.
આવી રીતે કરવાથી જિનમૂતિ નામના ક્ષેત્રમાં ધનનું વાવવું થયું કહેવાય છે,
મૂર્તિ બનાવવાને અંગે જેમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર- સૂરિજીએ સાક્ષી આપી એવી રીતે પૂજાને અંગે સાક્ષી આપે છે.
નિકળતી છે ઘણી સુગન્ધિ જેમાંથી એવા ગબ્ધ અને માલ્ય કરીને તેમજ ખંડિત નહિ અને નિર્મળ એવા અક્ષએ કરીને, તેમ જ ધૂપ અને દીવે કરીને સારાં ઘીવાળા અનેક પ્રકારનાં નૈવેદ્ય કરીને, અને બરોબર પાકેલાં એવાં ફલે ચઢાવવા વડે કરીને, ઉત્તમ પાણીએ કરીને ભરેલા પાત્ર એટલે કળાએ કરીને, જે મહાનુભાવે - આઠ પ્રકારની પૂજા કરે છે તે મહાનુભાવે પરમપદના સુખના - સમૂહને પ્રાપ્ત કરે છે.”
એમ શંકા નહિ કરવી કે, “જિનેશ્વર ભગવાનની પ્રતિમા વિગેરેની પૂજા કરવામાં ફાયદો નથી. કારણ કે તે જિનેશ્વર મહારાજની મૂતિઓ પૂજન–વંદનાદિથી તૃપ્ત થતી નથી, એટલે તૃપ્ત નહિ થયેલ અર્થાત્ સંતેષ નહિ પામેલા દેવતાઓથી ફળ મળી શકે નહિ”
આવી શંકા નહિ કરવાનું કારણ એ છે કે-જેમ ચિન્તામણિ કલ્પવૃક્ષ આદિ પદાર્થો જે પોતે તૃપ્ત થતા નથી અને સંતુષ્ટ પણ થતા નથી, છતાં તેનાથી રાજ્ય-સદ્ધિ આદિ અનેક પ્રકારનાં ફળ પામવામાં અડચણ આવતી નથી
ભગવાન હેમચંદ્રસૂરિજી કહે છે કે-આજ વાત મેં વીતરાગતેત્રમાં કહી છે તે બતાવે છે. “અપ્રસન્ન એવા પદાર્થથી ફલની