________________
આગમત વિભાગ શ્રી પન્નવણુસૂત્રકારે કે શ્રીજીવાભિગમ વિગેરે સૂત્રકારેએ માનેલે નથી, અર્થાત્ તે તે સૂત્રકારે એ મનુષ્યના કર્મભૂમિમાં થયેલા, અર્કમભૂમિમાં થયેલા અને અંતદ્વીપમાં થયેલા એમ ત્રણ ભેદે પ્રથમ પાડી દીધા છે, અને પછી કર્મભૂમિમાં થયેલા મનુષ્યના આર્ય અને અનાર્ય એવા બે ભેદ પાડેલા છે.
આ ઉપરથી અકર્મભૂમિના ક્ષેત્રોની અંદર કે બીજે શાશ્વત ચૈત્યરૂપી તીર્થો હોવાને લીધે અનાર્ય ક્ષેત્રોમાં પણ તીર્થો હોય છે, એવું માનવા તરફ જેઓ લલચાય છે, તે ઉપર જણાવેલા સૂત્રોના અર્થને બરાબર જાણતા કે સમજતા નથી, એમ કહેવું એ કેઈપણ પ્રકારે નિંદા-વાકય ગણી શકાય નહિ,
કદાચ એમ કહેવામાં આવે કે ભાગ્યકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચરજી મહારાજે શ્રી તત્વાર્થ ભાષ્યમાં અંતદ્વીપને તથા તેમાં રહેલાં મનુષ્યને અનાર્ય તરીકે ગણવેલા હોવાથી એકલી કર્મભૂમિમાંજ આર્યાનાર્ય વિભાગ અને અંતરદ્વીપમાં આર્યાનાર્ય વિભાગે નથી, એમ કેમ કહી શકાય? આવા કથનના સમાધાનમાં સમજવું જરૂરી છે કે
શ્રી પ્રજ્ઞાપના વિગેરે સૂત્રકારે જ્યારે મનુષ્યના સ્વતંત્રપણે કર્મભૂમિ અકર્મભૂમિ અને અંતદ્વીપજ એમ કહી ત્રણ ભેદ પાડે છે, ત્યારે તત્ત્વાર્થકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચકજી મરતૈ– વતવિજેહા મૈસૂમડચત્ર દેવકુત્તરવુખ્ય અર્થાત દેવકર અને ઉત્તરકુરૂ સિવાયના ભરત-અરાવત અને વિદેહે એટલે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ કર્મભૂમિ છે. એમ જણાવી ક્ષેત્ર અને મનુષ્ય માત્ર કર્મભૂમિજ અને અકર્મભૂમિજ એમ બે વિભાગ જણાવે છે.
આવી રીતે બે વિભાગે જણાવેલા હોવાથી ભારત અને ઐરાવત ક્ષેત્રની મર્યાદામાં આવતા સમુદ્રમાં રહેલા અંતદ્વીપ જે જે છે, તે તે ભરત–અરવતને લીધે કર્મભૂમિ તરીકે ન ગણાઈ