________________
આગમત
કારણ કે –સમ્યગ્ગદર્શન–જ્ઞાન અને ચારિત્રના ગુણેને પામેલ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘ રિએ જ વણ ઉર્જ એ ન્યાયે અન્ય ભવ્યજીને પણ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની અંદર સ્થાપન કરનાર હોઈ તીર્થરૂપ બને છે તેથી તે ચર્તુવિધ સંઘ જંગમતીર્થ રૂપ ગણાય છે.
આ ચાર પ્રકારના જંગમ તીર્થને અંગે વિચાર કરીએ તે સ્પષ્ટ સમજાશે કે સાધુ-સાધ્વીનું વિહારક્ષેત્ર મુખ્યતાએ આર્યક્ષેત્ર હોય છે. કેક સંપ્રતિ મહારાજ જેવા શાસન-પ્રભાવક જૈન રાજાના પ્રતાપે અનાર્યક્ષેત્રે પણ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિના કારણ રૂપ બને.
આથી તે વખતે તેવા અનાર્ય–ક્ષેત્રોમાં પણ સાધુ-સાધ્વીરૂપ જંગમ તીર્થને વિહાર હોઈ તીર્થને અનાર્યમાં સદ્ભાવ હેય અને એને અંગે અફવા ગરથ –હંસાકુ-રિવાળિ વધ્વતિ એ પક્ષાન્તરથી ગૌણ આદેશ શાસ્ત્રકારેને કરવું પડે છે.
પરન્તુ મુખ્યપક્ષે વિચાર કરતાં સ્પષ્ટપણે માલમ પડશે કે-શાસ્ત્રકાર મહારાજે સાધુ-સાધ્વીના વિહારનું ક્ષેત્ર બતાવતાં આર્ય ક્ષેત્ર જ લાયકપણે ગણાવ્યું છે. અને તેથી વિહારની મર્યાદા જણાવતાં તીવ્ર તાવ મારિય-વિરે એમ ફરમાવી સ્પષ્ટ કર્યું છે કે જેટલું આર્યક્ષેત્ર અંગ-મગધાદિક છે. તેટલા ક્ષેત્રમાંજ સાધુ-સાધ્વી રૂપ જંગમતીર્થને વિહાર હોય.
ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટપણે માલમ પડશે કે આર્યક્ષેત્રથી બહાર જે કંઈપણ સાધુ કે સાધ્વી વિહાર કરે તે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને.
આ પ્રમાણે જયારે સાધુ–સાવીને વિહાર આર્યક્ષેત્ર સાથે નિયત કરવામાં આવેલ છે, ત્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકારૂપ બે જંગમ તીર્થોને પણ રહેવાનું કે પર્યટન કરવાનું