________________
પુસ્તક ૩-જુ
૪૩ મળવાના સંજાગે ઉપર નજર જાય, ત્યારે જ શંકા થાય કે મને મક્ષ મળશે કે નહિ? આ શંકાના સ્થાનવાળાને શાસકારે મોક્ષે જવાને લાયક ભવ્ય છવ ગણે છે.
કેવળી હોય તે ભવ્ય–અભવ્યપણું જાણે છે તેથી તે જીવનું ભવ્યપણું જણાવે તે જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી અને તે પહેલાંની પ્રવૃત્તિ નિષ્ફળ છે એ શંકા આ રીતે ઊડી જાય છે. પરજીવમાં રહેલું ભવ્યાભવ્યપણું તે સાક્ષાત્ કેવળી જાણીને કહી શકે છે, બીજે તે જાણું શકે નહિ, પણ પિતાને જીવ ભવ્ય છે કે નહિ તે વાત મોક્ષની ઈચ્છા દ્વારાએ જીવ પોતે નક્કી કરી શકે છે; અને એ માગે પ્રવૃત્તિ કરી શકે છે, બીજાની અંદર પણ રહેલું ભવ્યપણું તીર્થકરના કુળમાં ઉત્પત્તિ, શત્રુજ્ય તીર્થે જવું ઈત્યાદિક કારણથી નિશ્ચિત થઈ શકે છે, પણ તેની અહીં વિશેષ ઉપયોગિતા નથી, ઉપયોગિતા તો માત્ર પોતાને મેક્ષની ઈચ્છા થવાથી પોતાનું ભવ્યપણું નિશ્ચિત કરે અને તેથી જ નિ:શંકપણે મેક્ષ સાધવા માટે મેક્ષના કારણેમાં યથાસ્થિત પ્રવૃત્તિ કરે તેની જ છે, સર્વમંગલ.
ગુરુમૂર્તિ કે તેની પૂજા અંગે ધ્યાનમાં
માં રાખવા જેવું
કઈ પણ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં આચાર્ય ભગવંતનું સ્વતંત્રપણે નાત્રાદિ, મુકુટાદિ, પ્રતિહાર્યો એ પૂજન કરવાનું વિધાન કે પ્રવૃત્તિ જણાવનારા કોઈપણ અક્ષરે હોય એમ જાહેર થયું નથી.”