________________
૨૬
આગમત
કે ભગવાન ઋષભદેવજીથી માંડીને મહાવીર ભગવાન્ સુધીના વીસ તીર્થકરમાંથી કોઈપણ તીર્થકરને જીવ અત્યારે નથી તે શરીરને ધારણ કરનાર અને નથી તે અરિહંતનામ કમને ભેગવનાર અત્યારે તે તે ચોવીસે તીર્થક સર્વથા કર્મથી રહિત થઈને સિદ્ધપદને પામેલા છે. તે તેવા સર્વથા કર્મથી રહિત એવા સિદ્ધિને અરિહંત નામકર્મના ઉદયથી થતા અરિહંતપણાને અંગે નમસ્કાર કરે એ ભૂત અરિહંતપણારૂપી દ્રવ્યનિક્ષેપાની ધારણા સિવાય બની શકે જ નહિં. જેઓ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પ્રતિમાની પૂજા કરતાં ભેગીપણુને આરેપ કરવાવાળા છે તેએાએ વિચારવું જોઈએ કે પ્રતિમાને પૂજવાવાળા તે તમારા મતની અપેક્ષાએ માત્ર અજીવ એવા પાષાણને ભેગી બનાવે છે. પરન્તુ તમે તે સિદ્ધ ભગવાન જેવા નિર્લેપ પરમાત્માને કર્મના કાદવથી ખરડે છે. કેમકે અરિહંતપણું નામકર્મના ઉદયથી જ છે અને નામકર્મ વેદનીય ગોત્ર અને આયુષ્ય સિવાય હેતું જ નથી, માટે ચારકર્મથી સિદ્ધમહારાજને ખરડે ત્યારે જ તેનલ્સ બેલી શકે? કદાચ એમ કહેવામાં આવે કે ભગવાન ષભદેવજી આદિ ચોવીસ તીર્થંકરે દ્વારા એ અમારા આત્માના ઉદ્ધારને માર્ગ પ્રગટ કરાવાય છે તેથી તે ચોવીસે તીર્થ"કરે મેક્ષે ગયા છે છતાં અમે તેઓને તીર્થંકરના રૂપે જ ભજીએ છીએ, તે પછી ત્રિલેકનાથ તીર્થકરના ભગવાનની પ્રતિમાની પૂજા કરનારા પિતાને થયેલ ઉપકારને અંગે અને વરબોધિલાભને અંગે ભગવાન તીર્થંકરની પ્રતિમાની આરાધના કરે છે તેની અનુ. મદના કરવાનું તમારું નશીબ ન હોય તે જુદી વાત છે. પરંતુ નિંદા કરીને દુર્ભાગ્યનું નેતરું કેમ દો છો? વળી જે ભૂતકાળના તીર્થકરોને દ્રવ્યનિક્ષેપા દ્વારા એ જ વન્દન કરવાનું ઈષ્ટ ગણ્યું છે તે પછી ભાવિકાલના તીર્થકરોના જીવરૂપી દ્રવ્ય તીર્થકરોને ભાવિભાવના કારણ તરીકે નમસ્કાર કરવામાં શા માટે શ્રદ્ધા થતી નથી? યાદ રાખવું કે ફલ સન્મુખ તીર્થંકરપણું તેરમે ગુણસ્થાનકે હોય છે. છતાં ભગવાન તીર્થંકર મહારાજના જન્મ વિગેરે કલ્યાણકેની વખતે